માનવ સેવા એ જ પ્રભુ સેવા : પૂજ્ય મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત

મિત્રો જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મોરારીબાપુ સરકારને સહાય કરે છે.

આપણે જાણીએ છીએ કે કોરોના કાળમાં કથાકાર મોરારિબાપુએ રાજુલા ખાતે ચાલતી રામકથામાં એક કરોડ રૂપિયાની મદદ અમરેલી માટે જાહેર કરી હતી જે અમરેલી, રાજુલા, મહુવા, સાવરકુંડલા, તળાજામાં વાપરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરારીબાપુએ કેરળમાં થયેલ તબાહી વખતે અસરગ્રસ્ત લોકોને સહાય પેટે 125000 રૂપિયાનું અનુદાન કર્યું હતું.

આ ઉપરાંત મોરારીબાપુએ તોક્તે વાવઝોડામાં  50 લાખ તેમજ ચોમાસામાં પુરની તબાહીથી સૌરાષ્ટ્ર માં થયેલ નુકસાન પેટે દાર્જીલિંગમાં કથા કરતા કરતા 25 લાખની સહાય કરી હતી જે સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી.

હાલમાં જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ૧૫૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

ત્યારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપુ દ્વારા રૂપિયા 6 લાખની સહાય જાહેર કરવામાં આવી છે જેમાં 250000 મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડમાં, રૂપિયા 250000 મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશમાં અને 100000 રૂપિયા નેપાળ ખાતે મોકલવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.