ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, ચિત્રા નક્ષત્રએ ભુક્કા બોલાવ્યા, જુઓ વિડીયો

મિત્રો હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે મતલબ કે ચોમાસુ વિદાય થઇ ચૂક્યું છે.

ઉપરના ફોટામાં બ્લુ લાઈન ઉપર સફેદ ભાગ જોવા મળે છે ત્યાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.

આવતીકાલથી વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થવાનો છે.

મિત્રો ચોમાસું વિદાય લે તેની પહેલા ચિત્રા નક્ષત્રને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

આ નક્ષત્રને કારણે થયેલા વરસાદને લીધે ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે, આ વરસાદનું મુખ્ય કારણ હવામાં રહેલ ભેજ છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.