ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે? કેટલા ટકા વરસાદ પડશે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે.

આ ઉપરાંત આ વર્ષે ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે.

11 મે થી 17મી મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી છે અને 18 મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

મે મહિનાની શરૂઆત થતાની સાથે જ તડકો ધરખમ અગનગોળા વરસાવી રહ્યો છે જેની વચ્ચે હવામાન અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે શરૂઆતમાં ચોમાસુ સારુ રહેશે સાથે સાથે ચક્રવાતો પણ દેખાશે.

આ ચક્રવાતને કારણે ઘણા વિસ્તારોમાં જૂન મહિનામાં પણ વરસાદ પડશે.

પહેલા તબક્કાનું ચોમાસુ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે.

જ્યારે બીજા તબક્કાનું ચોમાસુ ઓક્ટોબર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિના સુધી ચાલશે એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબુ રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં ચોમાસુ સારુ રહેશે જ્યારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે એમ પણ કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને જેને કારણે 11 મી થી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે અને સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

આ ઉપરાંત 18 મી મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રના હવામાનમાં પલટો આવશે અને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.