શું વાત છે !! મોદી સરકાર દરેક મહિલાના ખાતામાં નાખશે 60,000 રૂપિયા? જાણો શુ છે સત્ય હકીકત?

સોશીયલ મીડીયાની અંદર એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા “મહિલા શક્તિ યોજના” હેઠળ બધી મહિલાઓના ખાતામાં ૬૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

આ વિડિયો એટલા માટે વાયરલ થયો કે કેન્દ્ર સરકાર દ્વારા જે 60,000 રૂપિયા આપવામાં આવે છે તેનાથી કોઇ મહિલા વંચિત ના રહી જાય.

PIB ફેક્ટ ચેક દ્વારા તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ વિડીયો એકદમ ખોટો છે.

સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત અથવા કોઈ યોજના બહાર પાડવામાં નથી આવી. આ વિડીયો લોકોને ગુમરાહ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

PIB ફેક્ટ ચેક એ આ વીડિયોને ખોટો ગણાવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આવી મહિલા શક્તિ નામની કોઈ યોજના ચાલતી નથી એટલે જે વીડિયોમાં 60,000 રૂપિયા આપવાનો દાવો કરવામાં આવે છે તે તદ્દન ખોટો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.