મોદી સરકાર આપી રહી છે ફ્રીમાં લેપટોપ? જાણો આ વાયરલ મેસેજની સત્ય હકીકત

મિત્રો હાલના સમયમાં ઘણા લોકોના Whatsapp પર એવો મેસેજ જોવા મળ્યો હશે જેમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર લોકોને ફ્રી લેપટોપ આવી રહી છે.

તમારા મોબાઇલમાં આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો અમે તમને જણાવી દઈએ છીએ કે આ મેસેજ તદ્દન ખોટો છે.

આ મેસેજ વાંચીને તમારે લોભામણી આ પ્રકારની લાલચમાં આવવાનું નથી. PIB ફેક્ટ ચેક દ્વારા આ મેસેજની પુષ્ટિ કરવામાં આવી છે.

PIB ફેક્ટ ચેક દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે Whatsapp પર આ પ્રકારનો નકલી મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ વિતરણ યોજના હેઠળ દરેકને મફત લેપટોપ આપવા જઈ રહ્યા છે.

મિત્રો આ મેસેજ નકલી છે માટે તમારે આવા મેસેજ પર વિશ્વાસ કરવાનો નથી.

આ પ્રકારના મેસેજને આગળ શેર કે ફોરવર્ડ પણ ન કરવા જોઈએ. આ ઉપરાંત આવા મેસેજ સાથે જો કોઈ લિંક આપેલી હોય તો તેના ઉપર તમારે કોઈ પ્રકારની માહિતી આપવાની નથી.

આ પ્રકારના મેસેજથી લોકો છેતરપિંડીનો ભોગ બને છે. PIB દ્વારા આ પ્રકારના મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જેમાં ઘાટા કાળા અક્ષરમાં હિન્દીમાં લખેલું છે કે મોદી સરકાર આ પ્રકારના કોઈ પણ ફ્રી લેપટોપનું વિતરણ નથી કરતી.

તો મિત્રો તમારા મોબાઇલમાં પણ જો આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો તમારે લીંક ઉપર ક્લિક કરવાનું નથી અને આ મેસેજને આગળ મોકલવાનો પણ નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.