મોદી સરકારે ખોલ્યો પેટ્રોલનો ખજાનો, હવે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ

મિત્રો સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

આપણો દેશ પણ દરરોજ પેટ્રોલ-ડીઝલ માટે ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે.

આપણા દેશમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કટોકટી માટે સ્ટોક રાખવામાં આવે છે જેથી કુદરતી આફત કે રાષ્ટ્રીય સુરક્ષા સમયે તેનો ઉપયોગ કરી શકાય.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારત પાસે પૂર્વ અને પશ્ચિમ કિનારે ત્રણ સ્થળોએ લગભગ 38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો સ્ટોક છે.

મોદી સરકાર આ ખજાનો ખોલવા જઇ રહી છે અને તેમાંથી 50 લાખ બેરલ Crude Oil લેવામાં આવશે.

ભારતના દૈનિક વપરાશની વાત કરીએ તો જે તેલ ભંડારમાંથી કાઢવામાં આવશે તે માત્ર એક દિવસના વપરાશ જેટલું જ હશે.

વિપક્ષના નેતા યશવંત સિંહાએ ટ્વિટ કરીને જણાવ્યું કે “ભારતે હાલમાં જે સ્થિતિ છે તેનાથી ખરાબ સ્થિતિમાં પણ તેલના ભંડારને સ્પર્શ કર્યો નથી. આ વ્યૂહાત્મક અનામત રાષ્ટ્રીય સંરક્ષણ માટે છે, બજારમાં કિંમત ઘટાડવા માટે નથી. રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલના નિર્ણયથી હું આશ્ચર્યચકિત છું”.

અમેરિકા દ્વારા પણ તેના ભંડારમાંથી 50 મિલિયન બેરલ તેલ કાઢવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકા તેના ભંડારમાંથી ભારત કરતાં દસ ગણું તેલ કાઢી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા સંયુક્ત પ્રયાસો પછી પણ સમસ્યા રાતોરાત દૂર નહીં થાય પરંતુ તેનાથી ફરક પડશે.

થોડા સમય પછી તમે જ્યારે પેટ્રોલ ડીઝલ ભરવા જશો ત્યારે તમને ફરક દેખાશે.

બ્રિટને તેના ભંડારમાંથી 15 લાખ બેરલ તેલ કાઢવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારનો જ નિર્ણય ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા લઈ શકે છે.

જેનાથી કાચા તેલની સપ્લાયમાં વધારો થશે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે જેની સીધી અસર મોંઘવારી ઉપર પડશે.

કોરોના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં કાચા તેલની માંગ વધી હતી પરંતુ તેલ ઉત્પન્ન કરતાં દેશોએ ઉત્પાદન વધાર્યું નહીં જેને કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા જેને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા.

હવે બધા દેશો પોતાના રિઝર્વમાંથી કાચા તેલનો જથ્થો કાઢશે તો ક્રૂડ ઓઇલની કિંમત વિશ્વભરમાં 70 ડોલર પ્રતિ બેરલ આસપાસ આવી શકે છે જેની સીધી અસર તમારા અને અમારા ખિસ્સા પર થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.