ખેડૂતો માટે મોદી સરકારનું મોટું એલાન, મગફળી અને કપાસ વિક્રમજનક સપાટીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. શણ વર્ષ 2021-22 માટે પેકેજીંગમાં શણના ફરજિયાત ઉપયોગ માટે આરક્ષણ નિયમોને મંજૂરી આપી છે.

આ નિયમ હેઠળ 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ શણની થેલીઓમાં પેક કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે કેમ કે શણ ક્ષેત્ર અંદાજે 4 લાખ કામદારો અને ૪૦ લાખ ખેડૂતોને સીધી રોજગારી પૂરી પાડે છે જે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મદદ કરશે.

વાત કરીએ મગફળીની તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ પછી હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં મગફળી રોજ નવા-નવા વિક્રમો સર્જી રહી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં મગફળીના વેચાણનો વિક્રમજનક ઊંચો ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બોલાયો છે.

અહીં મગફળીનો એક મણનો ભાવ 1665 રૂપિયા ઓલ ટાઈમ હાઈ બોલાયો છે જેથી ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ થયા છે અને સૌરાષ્ટ્રના અન્ય ખેડૂતો પણ હાપા માર્કેટયાર્ડ તરફ આવી રહ્યા છે.

તમિલનાડુથી આવેલા 150 થી પણ વધુ વેપારીઓ આ હરાજીની પ્રક્રિયા માં જોડાયા હતા અને મગફળીનો ભાવ 1665 સુધી બોલાયો હતો જે સમગ્ર ગુજરાત રાજ્યનો ઊંચામાં ઊંચો ભાવ છે.

હવે આપણે વાત કરીએ કપાસની તો આંતરરાષ્ટ્રીય સ્તરે કપાસની ઊંચી માગને કારણે કપાસના બજારમાં ખૂબ જ તેજી આવી છે જેને કારણે કપાસનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 10 હજાર રૂપિયાથી વધુ થઈ શકે તેમ છે.

દર વર્ષ કરતા આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછુ થયું છે જેને કારણે વૈશ્વિક બજારમાં કપાસની તંગી ઉભી થઇ છે.

કપાસની વધતી જતી માંગને કારણે વેપારીઓ સીધા જ ખેડૂતો પાસેથી વધુ ભાવ આપીને કપાસની ખરીદી કરી રહ્યા છે.

કપાસમાં જોવા મળતી આ તેજીને કારણે ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય.

હાલના સમયમાં કપાસનો ભાવ પ્રતિ મણ 700 રૂપિયા ચાલી રહ્યો છે પરંતુ આગળના સમયમાં આ ભાવ 1800 થી  લઈને 2000 રૂપિયા સુધીની ઉંચી સપાટીએ પહોંચી શકે તેમ અમુક નિષ્ણાતોએ આગાહી કરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.