મોદી સરકારની મોટી દિવાળી ભેટ : પેટ્રોલ-ડીઝલ થયું સસ્તુ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે અને હાલમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પર ચાલી રહ્યો છે ત્યારે મોદી સરકારે લોકોને દિવાળી ભેટ આપી છે.

મોદી સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. જેમાં એકસાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે.

મોદી સરકારે દિવાળીના દિવસે એટલે કે ચાર નવેમ્બરે આ એકસાઇઝ ડયૂટીમાં ઘટાડા ની જાહેરાત કરી છે.

મોદી સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પરના ટેક્સમાં બમણો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે પેટ્રોલ કરતાં ડીઝલ બમણું સસ્તુ થશે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે કેમકે ખેતીવાડીમાં વપરાતા સાધનો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે. અને રવિ પાકની સીઝન શરૂ થઈ રહી છે જેથી ડીઝલના ભાવમાં ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળશે.

તો આવી રીતે છેલ્લા એક મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બ્રેક લાગી છે અને દિવાળીના દિવસે જ પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે પાંચ રૂપિયા અને દસ રૂપિયાનો ઘટાડો થયો છે જે સરકારની પ્રજા માટે દિવાળી ભેટ છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.