પાવાગઢમાં મોદી જાણો શું બોલ્યા : પાવાગઢ શક્તિપીઠ ખાતે 500 વર્ષ બાદ ધ્વજારોહણ !!

મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરીને માતા કાલિકાના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

12 કરોડ રૂપિયાના ખર્ચે પાવાગઢ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે.

પંદરમી સદીમાં આ મંદિર પર ચડાઈ થઇ હતી અને પાંચ સદીથી આ મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું જેથી તેને નવા રંગરૂપ સાથે આધુનિક પહેલેથી તૈયાર કરવામાં આવ્યું છે.

મિત્રો માતાજીના જુના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ હતી તેને સમજાવટ પૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે અને તેના પર ધ્વજદંડ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

500 વર્ષ બાદ પાવાગઢમાં કાલિકાના શિખર ઉપર ધજા રોહણ થયું છે અને વડાપ્રધાન મોદીને માતા કાલિકા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં ફરી એક વખત મંદિરના શિખર પર ધ્વજ ફરકી રહ્યો છે.

તેઓએ કહ્યું કે આ શિખર ધ્વજ માત્ર આપણી આસ્થા અને આધ્યાત્મનું પ્રતીક જ નથી આ શિખર ધ્વજ એ વાતનું પ્રતીક છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે.

આ ઉપરાંત માતાના શિખર પર ધ્વજારોહણ અંગે કહ્યું કે માં મને પણ આશિર્વાદ આપો કે હું વધુ ઊર્જા સાથે તથા વધુ ત્યાગ અને સમર્પણ સાથે દેશના જન જનનો સેવક બનીને એની સેવા કરતો રહું.

મારું જે પણ સામર્થ્ય છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે તે હું મારા દેશની માતા બહેનોના કલ્યાણ માટે અને દેશ માટે સમર્પિત કરું છું.

આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે માતા કાલીના આશીર્વાદ મેળવીને વિવેકાનંદજી જનસેવામાંથી પ્રભુ સેવામાં લીન થઈ ગયા હતા.

આ ઉપરાંત પહેલા પાવાગઢની યાત્રા એટલી આકરી હતી કે લોકો કહેતા કે જીવનમાં ઓછામાં ઓછું એક વખત માતાના દર્શન થઈ જાય તો સારૂ અને હવે વધી રહેલી સુવિધાઓને કારણે દર્શન દુર્લભ બન્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.