ફોન ચાર્જિંગમાં રાખીને ગેમ રમતા ફોન ફાટ્યો, હાથની ત્રણ આંગળી અને અંગૂઠો તૂટી ગયો!

બાળકો અને તેના વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે શાળા-કોલેજ શાળામાં મોબાઈલ સાથે લઈ જવા પર મનાઈ હોય છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ચોરીછૂપીથી મોબાઈલ સાથે લઈ જાય છે.

કોરોનાની મહામારી પહેલા બાળકોને આપણે મોબાઈલથી દુર રાખતા હતા પરંતુ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કર્યા પછી મોટા ભાગે મોબાઈલ બાળકના હાથમાં જ હોય છે.

સતત મોબાઈલ જોવાથી બાળકોની આંખો નબળી પડે છે અને તેની માનસિકતા પર પણ અસર પડે છે પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલુ હોવાથી નાછૂટકે પણ બાળકોને મોબાઈલ આપવો પડે છે.

ઘણી વખત બાળકો મોબાઇલમાં ભણવાને બદલે ગેમ રમતા હોય છે જે તેના વાલીઓને ખબર નથી હોતી અને બાળકોને એમની લત લાગી જાય છે.

મહીસાગરના બાલાસિનોર ગામ માં એક એવી ઘટના ઘટી છે કે મોબાઇલનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માટે ચેતવણીજનક સંદેશ આપીને જાય છે.

આ ગામમાં એક બાળક કે જે અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને મોબાઇલની ટેવ હતી.

આ બાળક મોબાઈલ ચાર્જિંગમાં રાખીને ગેમ રમતો હતો. અચાનક જ આ કિશોર કંઈક સમજે તે પહેલાં જ મોબાઈલમાં બ્લાસ્ટ થયો.

આ બ્લાસ્ટ વખતે જોરદાર ધડાકો થયો જેથી આસપાસના માહોલમાં ગભરાટનું વાતાવરણ છવાઈ ગયુ.

કિશોરના હાથમાં રહેલ મોબાઈલ ધડાકાભેર ફાટતાં કિશોરની ત્રણ આંગળીઓના ટેરવા ઉડી ગયા હતા અને અંગૂઠો પણ તૂટી ગયો હતો.

આ ઘટનાથી ડરી ગયેલા વાલીઓ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને તેના હાથનું ઓપરેશન કરવું પડ્યું.

શાળામાં ભણતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ માટે આ ચેતવણીજનક કિસ્સો છે.

ક્યારેક પણ મોબાઈલ ચાર્જિંગમાં રાખીને ન તો તેનો ઉપયોગ કરવો જોઈએ કે ન તો ગેમ રમવી જોઈએ.

એકવાર ફોન સંપૂર્ણ ચાર્જિંગ થઈ જાય પછી તેને ચાર્જિંગમાંથી કાઢીને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.