અમદાવાદમાં ટકરાયું મીની વાવાઝોડું : પહેલા વરસાદે જ નોતર્યો વિનાશ

મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ અમદાવાદમાં વરસાદ આવતો નહોતો ત્યારે લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ગઈ કાલે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો.

સમગ્ર અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે મીની વાવાઝોડું પણ ફુંકાયુ હતું.

આ મીની વાવાઝોડાને કારણે ઠેરઠેર વૃક્ષો, સાઈન બોર્ડ, હોર્ડિંગ બોર્ડ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી.

ભારે પવનને કારણે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત દુકાનના શેડ ઉપર પણ વધારે નુકસાન થયું હતું.

વૃક્ષ પડવાને કારણે વાહનો પણ દબાયા હતા અને સ્થાનિક લોકોએ વાહનો કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત વરસાદનું આગમન થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી હતી પરંતુ ભારે પવનને કારણે નુકસાન પણ થયું હતું.

આ ઉપરાંત બીજી તરફ વરસાદમાં સાઈનબોર્ડ પણ પડી ગયા હોવાના ઘણા બનાવો સામે આવ્યા છે. પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સાઇનબોર્ડ પડી ગયું હતું.

આ ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં લાઈટો પણ ગુલ થઇ ગઇ હતી અને ભારે જહેમત બાદ અડધી કલાકમાં જ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે અમદાવાદ ફાયરબ્રિગેડ અને અલગ-અલગ 80 થી વધારે ઝાડ પડવાના કોલ પણ મળી આવ્યા હતા.

તો મિત્રો આ રીતના અમદાવાદની અંદર ભારે પવન સાથે મીની વાવાઝોડું આવ્યું હતું અને વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ થયું હતું.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.