આજે રાતે 12 વાગ્યાથી મીની લોકડાઉન લાગુ, દિવસે કલમ 144 લાગુ, શાળા-કોલેજો બંધ

મિત્રો મહારાષ્ટ્રમાં કોરાનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે જેને કારણે મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધ લગાવવાની ફરજ પડી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 44388 કેસ નોંધાયા છે જેમાં 12 લોકોના મોત પણ થયા છે.

કોરોના સંક્રમણને રોકવા માટે મહારાષ્ટ્રમાં આજ રાતથી નવા પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યા છે જેને મિનિ લોકડાઉન કહેવામાં આવી રહ્યું છે.

સરકારની આ નવી ગાઇડલાઇન્સ પ્રમાણે રાતે 11 થી સવારના 5 નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે.

સવારના પાંચથી રાત્રિના 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે એટલે કે દિવસ દરમિયાન 5 અથવા તેનાથી વધારે લોકો ભેગા થઇ શકશે નહીં.

આ ઉપરાંત સ્કુલ અને કોલેજો 15મી ફેબ્રુઆરી દેવામાં આવી છે અને કામ વગર ઘરની બહાર નીકળવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આટલા નવા પ્રતિબંધો લાગુ થશે:

બગીચાઓ, મેદાનો, પ્રવાસન સ્થળો, કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, વેલનેસ સેન્ટર વગેરે જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.

હેર કટીંગ સલૂન 50% ક્ષમતા સાથે કામ કરી શકશે.

આ ઉપરાંત જીમ અને બ્યુટી પાર્લરને 50% ની ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

આવશ્યક સેવાઓ સિવાય રાતના 11 થી સવારના પાંચ સુધી લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં.

ધોરણ-10 અને ધોરણ-12 માટે જરૂરી પ્રવૃતિઓ અને શિક્ષકોની વહીવટી પ્રવૃત્તિઓ સિવાય શાળાઓ અને કોલેજો ૧૫મી ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક અને રાજકીય કાર્યોમાં લોકોની મહત્તમ મર્યાદા 50 નક્કી કરવામાં આવી છે.

અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.