ગુજરાતમાં ફૂંકાશે મીની વાવાઝોડું?? કડાકા-ભડાકા સાથે અતિ ધોધમાર વરસાદની આગાહી, ભાદરવો સોળે કળાએ ખીલી ઉઠશે

મિત્રો સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તેમજ કચ્છના ઘણા બધા ભાગોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે.આ ઉપરાંત 12 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ નું જોર વધશે તેવી શક્યતા રહેલી છે.

બંગાળની ખાડીની અંદર એક હળવું દબાણ ઉત્પન્ન થવાને કારણે ગુજરાત રાજ્યની ઉપર તેની અસર ભરપૂર માત્રામાં જોવા મળશે. ભારે ગાજવીજ સાથે પવન ફૂંકાય શકે છે અને 14 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ધીરે ધીરે વધી શકે છે.

ખાસ કરીને રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી, ડાંગની અંદર તેમજ દાદરા અને નગર હવેલી, દમણની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ 13 સપ્ટેમ્બરના રોજથી લઈને 15 સપ્ટેમ્બર સુધીમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે કેટલાક જીલ્લાની અંદર પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ, અને બરોડા જેવા મોટા શહેરની અંદર છેલ્લા બે-ત્રણ ગુજરાતી મારે વરસાદ પડી રહ્યો છે જેને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 40 કિલોમીટર ઝડપે પવન પવન ફૂંકાય શકે છે. 12 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં તોફાની ઈનીંગના એંધાણ છે અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં છ ઇંચથી વધુ વરસાદ થાકી શકે છે જ્યારે મુંબઈના કેટલાક ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદ ની શક્યતા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.