પાટણમાં અથડાયું મીની વાવાઝોડું : ઉડી ગયા મકાનના પતરા અને વીજળી પડવાથી થયું પહેલું મોત!

મિત્રો આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળશે કારણ કે રાજ્યના વિવિધ વિસ્તારમાં થંડર સ્ટ્રોમની અસર જોવા મળશે. થંડર સ્ટ્રોમની અસરને કારણે રાજ્યના પાંચ જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

મિત્રો પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડતા 10થી વધારે મકાનોના પતરા ઉડી ગયા હતા અને સદ્નસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી.

આગામી પાંચ દિવસ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધ્યરાત્રીએ લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત થયું હતું.

મિત્રો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટા પાયે થંડર સ્ટ્રોમની અસર જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

થંડર સ્ટ્રોમની અસરને કારણે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડયો હતો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ તૂટી પડયો હતો.

ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં દોઢ ઇંચ વરસાદ જ્યારે સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઇંચ અને લીંબડીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

થંડર સ્ટ્રોમની અસરના કારણે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણના પલટાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો જેમાં સાંતલપુર તાલુકાના વારાહીમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે.

ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે 10 થી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા, આ ઉપરાંત કાચા તેમજ પાકા મકાનના પતરા ઉડી જતાં વ્યાપક નુકસાની નોંધાઇ છે.

ભારે પવનના કારણે પતરા ઉડી જતાં ખેતરમાં પડતા મકાન માલિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. pre-monsoon ના પ્રથમ વરસાદમાં જ પાટણ જિલ્લામાં નુકસાની જોવા મળી જો કે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં વરસાદની શક્યતા છે જ્યારે ગીર સોમનાથ જિલ્લાનામાં વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે એટલું જ નહીં પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.