ગુજરાત ઉપર મીની વાવાઝોડાનું મોટું સંકટ : આટલા જિલ્લામાં ભયંકર આગાહી

મિત્રો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે પરંતુ હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે જ્યાં વરસાદનો એક પણ છાંટો પડ્યો નથી ત્યારે ખેડૂતો જુલાઈ મહિનામાં સારો વરસાદ પડશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાનને લગતી વેબસાઇટ windy.com ઉપરથી એક મહત્વની માહિતી સામે આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી કરતી windy.com માં દર્શાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પાસે બની રહેલું હવાનું હળવું દબાણ ગુજરાત તરફ આવતા વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે.

મહારાષ્ટ્ર કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ ખાનગી વેબસાઈટ પ્રમાણે હળવું વાવાઝોડું આકાર લીધા બાદ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના છે જો વાવાઝોડું આવશે તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

વિન્ડી વેબસાઈટ પ્રમાણે 27 તારીખે બપોર સુધીમાં હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે તેમજ 28 મી તારીખે માંગરોળના દરિયાકાંઠે ટકરાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ હવાના દબાણને કારણે હાલમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ અને પશ્ચિમના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત મિત્રો આગાહી પ્રમાણે જો વાવાઝોડું ગુજરાતના દરીયાકિનારે ટકરાશે તો તેની અસર માંગરોળ, વેરાવળ, કોડીનાર, પોરબંદર, કેશોદ સહિતના વિસ્તારોમાં થઇ શકે છે.

તારીખ 27, 28 દરમ્યાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે અને 29 તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ મંદિરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદની સાથે 30  થી 40 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.