મેઘરાજાનું આગમન : ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર, આ વિસ્તારોમાં પડશે વરસાદ

મિત્રો ગુજરાત રાજ્યમાં એક તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે તો આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 થી 11 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ પણ સર્જાઇ શકે છે.

આપણે જાણીએ છીએ કે હાલ ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે અને જેની વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો.

સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

લાઠી તાલુકામાં પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડી પ્રસરી ગઇ હતી.

આ ઉપરાંત ગઈકાલે ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બોટાદમાં પણ ગઢડા તાલુકાના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાદળો બંધાયા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતાં લોકોને આંશિક રાહત મળી હતી અને ખેડૂતો પણ વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.