આ તારીખથી ગુજરાતમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : હવામાન વિભાગની મોટી આગાહી, 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

મિત્રો હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું વહેલું બેસી તેવી સંભાવના છે.

અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નેઋત્યનું ચોમાસુ ટૂંક જ સમયમાં ગુજરાતમાં પહોંચી જશે. ગુજરાતમાં બે દિવસ બાદ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગની 8 જૂનથી ત્રણ દિવસ સુધી વરસાદની પણ આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળશે એટલે કે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

આ ઉપરાંત આગામી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે સાથે 40 થી 50 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારબાદ ટૂંક સમયમાં ચોમાસુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ 10 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી શકે છે.

ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસાનું સંપૂર્ણ રીતે સક્રિય થવાની સંભાવના સેવાઈ રહી છે. આ ઉપરાંત આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ સારો વરસાદ થવાની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.