મેઘરાજાએ મચાવ્યું તાંડવ : પાણીમાં વહી રહી છે…લાશો જુઓ આ વિડીયો

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો કહેર યથાવત છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ વગેરેમાં વરસાદે ભયંકર તબાહી મચાવી છે.

આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામા લો પ્રેશર ઉત્પન્ન થવાને કારણે અતિભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી જેમાં 12 લોકોના મોત થયા છે.

આ ઉપરાંત જળાશય તૂટવાને કારણે પાણી રસ્તા પર આવી ગયું હતું અને બસો ડૂબી ગઈ હતી.

તમિલનાડુ અને કેરળમાં વરસેલા ભારે વરસાદને કારણે લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.

વરસાદને કારણે ક્યાંક મકાનો પડવાની ઘટના પણ સામે આવી છે તેમાં પણ ઘણા લોકોના મોત થયા છે.

મિત્રો ભારે વરસાદને કારણે લાશો પાણીમાં વહેતી જોવા મળી રહી છે.

મદનપલ ગામમાં 2 લાશ નીકળી અને ગુડલુરૂ ગામમાં 7 લાશ પાણીમાં વહેતી જોવા મળી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે મરનારાઓની સંખ્યા હજુ વધુ છે કેમ કે હજુ ઘણા લોકો ગુમ છે.

મુખ્યમંત્રી y s jagan mohan reddy એ વરસાદને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદ કરવાનો આદેશ આપ્યો છે.

તમિલનાડુમાં પણ ભારે વરસાદને કારણે ઘર પડી જવાથી 4 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં ભારે નુકસાન પણ થયું છે.

કેરળમાં પણ થઇ રહેલા ભારે વરસાદને કારણે પ્રસિદ્ધ મંદિર અયપાની તીર્થ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. પમ્બા નદીનું સ્તર પણ વધી ગયું છે જેને લઇને પંબા નદી તોફાને ચડી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.