ગુજરાતમાં માવઠું દિવાળી બગાડશે? ઠંડી વધશે : મોટી આગાહી

હાલમાં ગુજરાતના વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે જે ધીરે-ધીરે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

આગામી ત્રણ-ચાર દિવસમાં આ સિસ્ટમ ગોવા, કેરળ, મહારાષ્ટ્ર તરફ આગળ વધશે જેના કારણે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ દિવાળી બાદ માવઠાની શક્યતા છે, આ માત્ર હજુ પ્રાથમિક અનુમાન છે કોઈ સચોટ આગાહી નથી કેમકે આ સિસ્ટમમાં ગુજરાત સુધી પહોંચતા પહોંચતા ઘણા બધા ફેરફારો થઇ શકે છે.

ખેડૂત મિત્રોને ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ સિસ્ટમ ગુજરાત આવશે તો તેની અસર માવઠાના રૂપમાં જોવા મળશે એટલે ખેતીવાડીના જે પણ કામકાજ હોય તે તમારે ફટાફટ પૂરા કરી લેવા જોઈએ.

હવામાનના મોડેલ પ્રમાણે ગુજરાતમાં આવનાર દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદના સંજોગો ઊભા થશે તેવું જોવા મળી રહ્યું છે જેથી ગુજરાતમાં દિવાળી બાદ હવામાન અસ્થિર બનશે.

બે વર્ષ પહેલાં પણ વર્ષ 2019 માં અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે દિવાળીના દિવસે વરસાદ પડ્યો હતો.

આ સિસ્ટમના કારણે પવનની દિશા ઉત્તર-પૂર્વ થી દક્ષિણ-પશ્ચિમ થતા આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ મળી રહ્યા છે.

આ સિસ્ટમની રેગ્યુલર અપડેટ તમને આ વેબસાઈટ પર મળતી રહેશે એટલા માટે આપણા આ ફેસબુક પેજને લાઈક કરી લેજો. ધન્યવાદ.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.