નવા વર્ષની શરૂઆતમાં જ આવી રહ્યું છે માવઠું : આ વિસ્તારમાં પવનના સુસવાટા સાથે ભુક્કા બોલાવી દેશે વરસાદ

મિત્રો ગુજરાતમાં આ વર્ષ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે.

ગુજરાતનું વાતાવરણ ક્યારે ફરી જાય છે તે કોઈ કહી શકતું નથી.

વારંવાર માવઠા અને વાવાઝોડા આવ્યા જેનાથી ઘણું બધું નુકસાન થયું છે આમ છતાં પણ માવઠા થમવાનું નામ નથી લેતા.

અંબાલાલ પટેલ દ્વારા ફરીથી નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે.

તેમની આગાહી પ્રમાણે 4 તારીખથી લઇને 11 તારીખની વચ્ચે તોફાની માવઠાઓ ત્રાટકવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

જો માવઠા આવશે તો બચેલો પાક પણ બગડશે અને ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકશાની ભોગવવાનો વારો આવશે.

આ ઉપરાંત તેમની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થવાના કારણે જાન્યુઆરી મહિનાની 8 તારીખથી લઈને 11 તારીખ સુધી સમગ્ર ભારતમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગ્રહોનું રાશિ પરિવર્તન તેમજ નક્ષત્રના નાડી યોગને કારણે પૃથ્વી તત્વની રાશિમાં પ્રવેશી ગઈ છે.

જેને કારણે હવામાનમાં અચાનક પલટો જોવા મળશે અને સવારમાં હાડ થીજવતી ઠંડી તો બપોર બાદ વાદળો ખેંચાઇ આવશે અને ધડબડાટી બોલાવી દેશે.

નવા વર્ષની શરૂઆતથી જ લોકોએ આ મુસીબતોનો સામનો કરવો પડશે.

ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ ખૂબ જ મહેનત કરીને દેશને અન્ન પૂરું પાડી રહ્યા છે પરંતુ આવી એક પછી એક કુદરતી આફતો અને માવઠા આવવાને કારણે તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ જાય છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાઓ વરસે છે.

આપણે આશા રાખીએ કે ખેડૂત ભાઈઓને દરેક પાકોના સારા ભાવ મળે અને અન્ય કોઈપણ મુસીબતોનો સામનો ન કરવો પડે. જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.