ગુજરાત ઉપર ફરી એકવાર વાવાઝોડા સાથે માવઠાનુ જોખમ, ખેડૂતો ખાસ જુઓ

આ વર્ષે તો એવું લાગી રહ્યું છે કે કુદરત ખેડૂતોની પાછળ પડી ગઈ છે.

ચોમાસુ જતું રહ્યું પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.

આ વખતે ચોમાસામાં વરસાદ થતાં ખેડૂતોને પહેલાં જ માર પડયો હતો અને શિયાળુ પાકની શરૂઆતમાં જ માવઠુ થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીમાંથી ખેડૂતો બહાર નથી નીકળી શક્યા ત્યાં સુધી માં ફરી એકવાર વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં આ ચક્રવાત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતનાં અનેક જિલ્લા ઉપર કમોસમી વરસાદ થશે જેના કારણે મોટી નુકશાની પણ થઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતની અસર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે.

જો અત્યારે કમોસમી વરસાદ થશે તો કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થશે કેમકે અત્યારે કેરીના પાકને સૌથી મોટું નુકસાન પહોંચી શકે છે અને ખેડૂતોને આખા વર્ષની મહેનત પાણીમાં જઈ શકે છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાનો માર પડી શકે છે.

આ ઉપરાંત 40 થી 60 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે.

ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે આ કમોસમી વરસાદના મારથી ધરતીપુત્રને બતાવજો. જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.