ગુજરાતમાં જામશે ચોમાસાનો માહોલ : આ તારીખે પડશે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

મિત્રો જ્યારથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારથી માવઠું લોકોને હેરાન કરી રહ્યું છે અને ગુજરાતમાં હવે કમોસમી વરસાદ સામાન્ય બની ગયો છે.

ગયા વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ત્યારે આ વર્ષે પણ આપણે જાણીએ છીએ તેમ 19,20,21,22 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગાહી પ્રમાણે આગામી 30 નવેમ્બર અને પહેલી અને બીજી ડિસેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.

આ સાથે જ લો પ્રેશરને કારણે ગાજવીજ સાથે પણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, જુનાગઢ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે.

હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ પણ કરી રહ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.