ગુજરાત રાજ્યમાં ૮, ૯ અને ૧૦ તારીખે આ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા, જાણો સંપૂર્ણ માહિતી

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં આગામી 10 નવેમ્બર સુધી માવઠું આવવાની શક્યતા રહેલી છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, દ્વારકા સહિતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ અને દાદરાનગર હવેલી સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરેક માર્કેટયાર્ડને સૂચના આપવામાં આવી છે કે જો તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડેલો હોય તો તેને યોગ્ય જગ્યા પર સ્થાનાંતરિત કરવામાં આવે જેથી કરીને જો માવઠું આવે તો કોઇ પ્રકારનું નુકસાન ના થાય.

શિયાળાની શરૂઆતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આ પ્રકારની માવઠાની આગાહી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવા પ્રકારનું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.