ગુજરાતમાં માવઠાની ભયંકર આગાહી : અંબાલાલ પટેલ, આ તારીખે થઇ જાવ સાવધાન

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે.

આ ઉપરાંત બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના લીધે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાના દરિયાકિનારાના હવામાનમાં પલટો આવી શકે છે.

16 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ વધશે અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં 17 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી આગામી તારીખ 18, 19, 20 અને 21 દરમિયાન વિશિષ્ટ પરિસ્થિતિના કારણે બંગાળના ઉપસાગરમાં ઉત્પન્ન થતાં હવાના દબાણને કારણે ગુજરાત પ્રભાવિત થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ભારે ઠંડી પડવાની શરૂ થઈ જશે અને 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે પંચમહાલ, ઉત્તર-મધ્ય ગુજરાત, ભરૂચ, અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અષાઢી માહોલ સર્જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.