ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ : ત્રણ દિવસ બાદ આ વિસ્તારોમાં થશે વરસાદ

મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહીને કારણે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત રવિવાર સુધીમાં ગરમીનો પારો પણ બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની સાથે આગામી 15મી માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતીઓને માટે હવે આ બે મુશ્કેલી એક ગરમી અને બીજી તરફ વરસાદનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને રાજ્યના અન્ય જિલ્લાઓ ની અંદર ઠંડો પવન ફૂંકાય શકે છે.

આ ઉપરાંત આગાહી પ્રમાણે ભરઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળશે, ગરમીનું પ્રમાણ ઘટશે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના કારણે શિયાળુ પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

શિયાળામાં આ વર્ષે અનેક વાર માવઠું થયું છે અને રાજ્યના વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો ત્યારબાદ હવે શિયાળા બાદ ઉનાળામાં પણ માવઠાની વકી છે.

ત્યારે શિયાળામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું અને હવે ઉનાળામાં પણ માવઠાની આગાહીથી ફરીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.