ગુજરાતમાં માવઠું થશે : અંબાલાલ પટેલની ભયંકર આગાહી, લખી લેજો આ તારીખ

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને કારણે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ લઈને આગાહી વ્યક્ત કરી છે.

30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી છે.

આ ઉપરાંત પહેલી અને બીજી ડિસેમ્બરે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા વગેરેમાં વરસાદ ની શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ મોટા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રવાતો ઊભા થશે અને ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડશે.

ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો પોતાના ખેતરમાં ઉભા પાક અંગે ખૂબ જ ચિંતિત છે.

આ ઉપરાંત ખેડૂતોનો માલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લો પડયો હોવાની વાતે પણ ખેડૂતોમાં ચિંતા વધારી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.