આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી છે. 17 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.

આ ઉપરાંત 20 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, મહેસાણા વગેરે જીલ્લામાં માવઠાની આગાહી છે જેના કારણે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

ગુરુવારે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, ભરુચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દીવ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદરમાં માવઠાની આગાહી છે.

શુક્રવારે જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં પાંચ શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે જેમાં ખાસ કરીને નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત ડાંગ,નવસારી, સુરત, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી-ભાવનગરમાં ત્રણ દિવસ પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.