ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ વિસ્તારોમાં થશે જોરદાર માવઠું, લખી લો તારીખ

મિત્રો છેલ્લા થોડા દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકયો છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સોમવારે કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતના વ્યારામાં માત્ર બે કલાકમાં જ પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત કપરાડામાં દોઢ ઇંચ, પલસાણામાં એક ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ થતાં શિયાળુ પાકના વાવેતરને ખૂબ જ નુકસાન થયું હતું.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદ ખાબકયો હતો.

હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને ફરીથી આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું વરસી શકે છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કું રહેવાની અને હવામાં ભેજ હોવાથી લઘુતમ તાપમાનમાં કોઈ પ્રકારનો ઘટાડો નહીં થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.