માસ્ક નહિ પહેરવા બદલ થશે એક હજાર રૂપિયાનો દંડ, 12-12 કલાકનો રહેશે વીજકાપ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ફરીથી કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધી રહેલા કો(રોના)ના કેસોને કારણે બનાસકાંઠાની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બનાસકાંઠામાં હવેથી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, આ જાહેરનામું બનાસકાંઠાના કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં જાહેર જગ્યા ઉપર અને સ્થળો પર 15 થી 30 જૂન સુધીમાં ફરજિયાત કરાયું છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો એક હજાર રૂપિયાનો દંડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મિત્રો અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યા ઉપર એએમસી દ્વારા ગાઈડલાઈન્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જે લોકો ગાઈડલાઈન્સનું પાલન કરતા નહીં હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે જે વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત વડોદરા એરપોર્ટ ઉપર પણ માસ્ક વગર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે અને વલસાડ જિલ્લા કલેકટર કચેરીમાં પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આવી રીતના ગુજરાતમાં ફરીથી કેસોમાં વધારો થતાં ધીરે-ધીરે પ્રતિબંધ લગાવવાનું શરૂ થઇ ચૂક્યું છે.

મિત્રો ભારે આર્થિક સંકટમાંથી ગુજરી રહેલું પાકિસ્તાન હાલમાં વિજળી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનના ઘણા શહેરોમાં વીજળીની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે અનેક શહેરોમાં 12-12 કલાક વીજળી પુરવઠો ખોરવાઇ રહ્યો છે અને પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનના પાવર પ્લાન્ટ અને ફર્ટિલાઇઝર પ્લાન્ટ એલએનજીની અછતનો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાનની સરકાર ધમપછાડા કરી રહી છે પરંતુ એલએનજીનો પૂરતો સપ્લાય મળી રહ્યો નથી જેને કારણે પાવર પ્લાન્ટ બંધ થઈ રહ્યા છે અને પાકિસ્તાનને 12 કલાક વીજળી કાપ મૂકવો પડી રહ્યો છે.

બીજી તરફ વીજળી બચાવવા માટે સરકારે કર્મચારીઓને શનિવારે રજા આપી દેવાઈ છે તો સુરક્ષાકર્મીઓનું બજેટ 50 ટકા ઓછું કરી દેવામાં આવ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે એલએનજી ના ભાવ વૈશ્વિક સ્તરે વધી ગયા હોવાથી કંપનીઓ પાકિસ્તાનને એલએનજી સપ્લાય કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ઊંચા ભાવે એલએનજી વેચીને પ્રોફિટ કમાઈ રહી છે જેને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.