ગુજરાતમાં માસ્ક પહેરવાને લઇને મુખ્યમંત્રીની મોટી જાહેરાત, બધા લોકો ખાસ જોઈ લો

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠક માં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોર કમિટીની બેઠકમાં 11 ફેબ્રુઆરીથી રાજ્યના 8 મહાનગરમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

બીજી તરફ ગુજરાતમાં ફરજીયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા માટે પણ સરકાર વિચારણા કરી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ સંકેતો આપ્યા છે.

ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે લોકો હવે માસ્કથી કંટાળી ગયા છે તેથી માસ્ક હવે જવા જોઈએ.

જે રીતે કોરોના રોગચાળામાં બહાર નીકળ્યા છીએ તેવી જ રીતે માસ્ક પહેરવામાથી પણ બહાર નીકળીશું.

હાલમાં ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે.

જો માસ્ક મરજીયાત કરવામાં આવશે તો દંડ ભરવામાંથી મુક્તિ મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.