લગ્ન પ્રસંગમાં લોકોની મર્યાદા વધારવાને લઇને મુખ્યમંત્રીનું સૌથી મોટું નિવેદન

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે અને સાથે સાથે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

જેને ધ્યાનમાં રાખીને આજે કેબિનેટની બેઠકનુ આયોજન થયું હતું જેમાં નવી sop માં કયા પ્રકારના ફેરફારો કરવા તેની ચર્ચા થઈ હતી.

જેમાં લગ્નમાં સભ્યોની સંખ્યા ઓફલાઈન શિક્ષણ અને રાત્રિ કરફ્યુને લઈને મોટા ફેરફાર આવી શકે છે જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

મિત્રો ખાસ લગ્ન પ્રસંગની વાત કરીએ તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલમાં માત્ર 150 વ્યક્તિઓ એકત્રિત થઇ શકે છે જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.

આપણે જાણીએ છીએ કે આગામી 5 ફેબ્રુઆરીએ વસંત પંચમી હોવાથી લગ્ન પ્રસંગ વધુ હોય છે જેને ધ્યાનમાં રાખીને સરકાર લગ્નમાં સભ્યોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે.

હાલમાં 8 મહાનગર ઉપરાંત 19 શહેરમાં આગામી 4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

હાલમાં માત્ર લગ્નમાં 150 સભ્યની જ મંજૂરી હોવાથી આગામી પાંચ તારીખ અને વસંત પંચમી હોવાથી લગ્નમાં સભ્યો વધારવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે.

આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ ઘટતા હવે રાત્રે કર્ફ્યુના સમયમાં ફેરફાર આવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.