લગ્ન પ્રસંગમાં વરઘોડા, ડીજે વગેરેને લઈને સામે આવ્યું મોટું નિવેદન, બધા લોકો ખાસ જોઈ લો

મિત્રો રાજ્યમાં કોરોનાવાયરસના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં છેલ્લા ૬ મહિના પછી 12000 કરતાં વધારે કેસ નોંધાયા છે.

સાથે જ વધતા કેસો વચ્ચે લગ્નની સિઝન પણ શરૂ થઇ ગઇ છે જેના કારણે કોરોના વકરવાની ચિંતામાં વધારો થઈ ગયો છે.

લગ્નમાં બેન્ડવાજા, ડીજે, વરઘોડો વગેરે માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે પરંતુ તેની સાથે સામાજિક અંતર જાળવી રાખવું ઉપર ખૂબ જ અનિવાર્ય છે.

મિત્રો કમુરતા પૂર્ણ થઈ ગયા છે અને હવે ફરીથી લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે.

ચાલુ વર્ષમાં લગ્નના મુરત વધુ હોવાથી ગુજરાતમાં લાખોની સંખ્યામાં લગ્નના આયોજનો થઇ રહ્યા છે.

આગામી ત્રણ દિવસ તો ખૂબ જ મોટા પ્રમાણમાં લગ્ન આયોજન થયા હોવાથી તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે અને ગાઈડલાઈનનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી છે.

કોરોનાના કેસોમાં વધારો થતાં લગ્ન જેવા પ્રસંગોમાં લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ખુલ્લા મેદાનમાં મહેમાનોની સંખ્યા મહત્તમ 150 અને બંધ જગ્યામાં ક્ષમતાના 50% હોવાથી જાગૃત નાગરિકો જરૂર ના હોય તો લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી રહ્યા છે.

મિત્રો લગ્ન કરવા માટે સૌ પ્રથમ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઇ ગયું છે અને સરકારની ગાઇડલાઇન્સનું પણ પાલન કરવું ફરજિયાત છે.

આ સાથે પ્રસંગો દરમ્યાન પણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.

જો ગાઇડલાઇન્સનો ભંગ થતો જણાશે તો જરૂરી પગલાં પણ ભરવામાં આવી શકે છે.

આ ઉપરાંત બીજી તરફ લોકો પણ સાવચેતી અને સલામતી સાથે પ્રસંગોનું આયોજન કરે તે પણ ખૂબ જ જરૂરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.