લગ્ન પ્રસંગ વિષે બોલ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જાણો કેવા રહેશે પ્રતિબંધ?

આપણે જાણીએ છીએ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લગ્ન પ્રસંગ અને અન્ય કાર્યક્રમો માટે પ્રતિબંધો જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લોકોના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

આ નિર્ણયમાં રાજ્યની અંદર તમામ પ્રકારના સામાજિક-રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સમારંભો અને આ મેળાવડામાં વ્યક્તિઓની સંખ્યા મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ નવી ગાઇડલાઇન 12 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 ના સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

ગુજરાત રાજ્યના 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર અને અન્ય 2 શહેરો આણંદ અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ તેમજ અન્ય નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ ખુલ્લા મેદાનમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની ફરજીયાત રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.