લગ્ન પ્રસંગ મુદ્દે ડીજીપી આશિષ ભાટિયાએ આપ્યું મોટું નિવેદન, જાણો નહીં તો થશે જોવા જેવી

મિત્રો આપણે જાણીએ છીએ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે પોલીસ સક્રીય થઈ ગઈ છે.

રાજ્યમાં અમલી બનેલ નવી કોરોનાની ગાઈડલાઈનનું સખત અમલીકરણ થાય તેના માટે ભારે મથામણ ચાલી રહી છે.

આ બધાની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા લગ્ન પ્રસંગો યોજાતા હોય ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નોંધણી કરાવ્યા વગર જેટલા પણ લગ્ન પ્રસંગ હતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 62 જેટલા લગ્નપ્રસંગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાંથી 7 જેટલા લગ્ન આયોજકો નોંધણી કરાવ્યા વગર જ અને 150 ની મર્યાદા કરતાં વધુ લોકોને બોલાવીને સરકારની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરકારની ગાઇડલાઇન વિરુદ્ધ નોંધણી કરાવ્યા વગર જ લગ્ન યોજાતા અને ગાઈડલાઈન ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા મેદાનમાં અને બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત થઇ શકવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું કે લગ્નમાં 150 લોકોને મંજૂરી છે તેના કરતાં વધારે લોકો એકત્રિત થઇ શકશે નહીં.

આ ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જો આવું નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.