જો તમારા વિસ્તારમાં રસ્તા ખરાબ હોય તો આ નંબર પર કરો મેસેજ થઇ જશે રીપેર : ભુપેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન

મિત્રો ગુજરાતમાં નવી સરકાર બન્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લેવાય રહ્યા છે. તમામ મંત્રીઓ પણ પોતાને ફાળવાયેલા ખાતાની અંદર સારામાં સારા કામો થાય તે માટે મહેનત કરી રહ્યા છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે નાના ગામડાથી માંડીને મોટા મોટા શહેર સુધીના ઘણા બધા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તો હવે તેને રિપેર કરવાનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે માર્ગ મરામત મહા અભિયાન.

ગુજરાત સરકાર આવતા અઠવાડિયાથી માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે અને આગામી ૧ ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલુ રહેશે. જેમાં નાના રસ્તાથી લઈને હાઈવે સુધીના રસ્તાઓ વરસાદને કારણે જે ખરાબ થઈ ચૂક્યા છે એટલે કે ખાડાઓ થઈ ગયા છે તેને થિંગડા મારવામાં આવશે અને રિપેર કરવામાં આવે છે. આ રીપેરીંગ કરવા માટે ગુજરાત સરકારે એક અલગ જ નુસખો અપનાવ્યો છે.


ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ઓનલાઇન તમારી પાસેથી માહિતી એકત્ર કરશે કે કયા કયા વિસ્તારની અંદર રસ્તા ખરાબ છે કે જે રિપેર કરવા લાયક છે તો તમારે તેની વિગતો સરકારે રજૂ કરેલા એક WhatsApp નંબર ઉપર મોકલવાની રહેશે. આ WhatsApp નંબર ઉપર તમે જે ફોર્મેટ આપેલું છે તે ફોર્મેટમાં બધી માહિતી ભરીને મોકલવાની રહેશે જેથી કરીને તે આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

રોડની મરામત કરવા માટે તમારે WhatsApp નંબર 9978403669 પર તમારું નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યા નું પૂરું સરનામું, ગામ, તાલુકો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવાનું રહેશે.

આ સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ લોકોને અપીલ કરી છે કે માત્ર WhatsApp દ્વારા જ બધી વિગતો આપો જેથી કરીને આગામી 1 થી 10 ઓક્ટોબર વચ્ચે ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામતના પ્રશ્નો હોય તે હલ થઈ શકે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.