“મને ટ્યુશનમાં ન આવડે ઘરે જ આવડે” રાતોરાત વાયરલ થયેલો આ બાળક નીકળ્યો સુરતનો રામ, જુઓ તેના માતા-પિતા શું કહે છે

“મને ટ્યુશનમાં ન આવડે ઘરે જ આવડે” રડતા રડતા આ બાળક તેની કાલીઘેલી ભાષામાં તેના ટ્યુશન ટીચરને જવાબ આપે છે.

આ વિડીયો થોડા જ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો અને રાતોરાત આ બાળક ઘરે ઘરે જાણીતો પણ થઈ ગયો.

આ બાળકની કાલીઘેલી ભાષા અને વાતોથી કરોડો લોકો ઘાયલ થઇ ગયા. આ વીડિયોની અંદર જે બાળક કાલીઘેલી ભાષામાં બોલી રહ્યો છે તેને લઈને ઘણા લોકો તેને રમૂજમાં લઈ રહ્યા છે તો ઘણા લોકો તેને તેની સાથે કોઈ અત્યાચાર થયો હોય તેવું ગણી રહ્યા છે.

અથવા બાળકને જબરદસ્તી ટ્યુશનમાં મોકલવામાં આવતો હોય અથવા તેના ઉપર દબાણ આપવામાં આવતું હોય તેમ પણ ઘણા લોકો વિચારી રહ્યા છે.

મોટાભાગના લોકોના મનમાં એક જ વિચાર આવી રહ્યો છે કે આ બાળક કોણ છે? ક્યાં રહે છે? તેના માતા-પિતા કોણ છે? તો મિત્રો આજના આર્ટિકલ માટે સંપૂર્ણ માહિતી જાણીશું આ બાળક વિશેની.

આ બાળકનું નામ રામ છે અને રામના પિતા નિરવભાઈ સીએના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

બાળકના પિતા નીરવભાઈ જણાવે છે કે બાળક વાયરલ વિડીયોમાં જે પંખે લટકવાનું બોલે છે તેનો મતલબ ઊંધો લેવાની જરૂર નથી કેમકે આ એક રૂઢિપ્રયોગ તરીકે લેવાની જરૂર છે કેમકે આપણે ગુજરાતીમાં ઘણા બધા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોય છે કે તમે મારું માથુ ખાવ છો, મગજમાં રાઈ ભરાઈ ગઈ છે તો તેનો અર્થ ઊંધો લેવાની જરૂર નથી. આપણે કાઠીયાવાડી તળપદી ભાષામાં આવું બોલતા જ હોઈએ છીએ.

દરેક માતા-પિતા તેના બાળકને ઠપકો આપવા માટે કંઇક ને કંઇક કહેતા હોય છે. તેના પિતાએ કહ્યું કે જ્યારે હું ઘરે કામ કરતો હોત કે લખતો ત્યારે રામ બધું જુએ છે અને તેને પણ તેમ કરવાનું મન થતું હોય છે.

આ ઉપરાંત અન્ય બાળકોને પણ ભણતા જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે ટ્યુશન ચલાવતા જીજ્ઞાશાબેન વાદીને ત્યાં હજુ ત્રણેક દિવસ થયા ટ્યુશનમાં જઈ રહ્યો છે.

પરંતુ રામની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ ખૂબ જ હળવું બની ગયું હતું અને રામના જે જવાબ હોય તેને સાંભળીને ટીચર અને અન્ય બાળકોને પણ ખુબ જ મજા પડતી હતી.

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની છે અને હાલમાં સુરત 20 વર્ષથી રહે છે.

રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ ભાભી અને માતા-પિતા સાથે સર્વ મંગલ Homes કોસમાડા ખાતે રહે છે.

આ સંયુક્ત પરિવારમાં રામ ઉછરી રહ્યો છે. મોટા ભાગનો સમય રામ તેના દાદા-દાદી સાથે વિતાવે છે.  રામને વાર્તા સાંભળવાનો ખૂબ જ શોખ છે એટલે દાદા પાસે મોડી રાત સુધી લગભગ રાતના એક વાગ્યા વાર્તા સંભાળે છે અને પછી સુઈ જાય છે અને બીજે દિવસે સવારે દસ વાગ્યાની આજુબાજુ ઊઠે છે.

રામના દાદા વિઠ્ઠલભાઈ કહ્યું કે રામ મારી પાસે ખૂબ બહુ રહે છે અને મારો લાડકો છે અને વાર્તા સાંભળવાનો પણ બહુ જ શોખીન છે.

આ ઉપરાંત રામ સવાલો બહુ કરે છે અને તેના જવાબ આપતા આપણે થાકી જઈએ છીએ. આ ઉપરાંત જેવો આપણે તેને જવાબ આપ્યો કે તરત જ તેને યાદ પણ રહી જાય છે અને તેની યાદશક્તિ પણ ખૂબ જ સારી છે.

આ ઉપરાંત તે ચોખ્ખું બોલે છે અને વાક્યો અને શબ્દોની ગોઠવણી કરી લેતો હોય છે. આ ઉપરાંત તેને કહેવા કરતાં જોઈને વધુ અનુસરણ કરે છે.

રામના માતા અસ્મિતાબેન જેમણે MBA Finance કરેલું છે તેમણે કહ્યું કે હું મારા બાળકનું એકલી ઘડતર કરતી નથી. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ.

રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે તે રહે છે અને સૌથી વધારે જો કોઈનો ફાળો હોય તો તેના દાદા-દાદીનો છે અને તેના કારણે જ આટલું બધું સારું બોલી શકે છે.

મિત્રો તેમનો વિડીયો બનાવનારા તેના શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે મારી પાસે ઘણા બધા બાળકો ટ્યુશનમાં આવે છે પરંતુ રામ તેમાંથી સૌથી જુદો પડે છે જ્યારે રામને કોઈ સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેની પાસે જવાબ હાજર હોય છે તેને લાંબુ વિચારવાની જરૂર નથી પડતી.

તેના જવાબ કોઈ ગોખાવેલા અથવા પઢાવેલા ન હોય પરંતુ અનોખા હોય છે એટલે જ એને વધારે પુછવાનું મન પણ થાય છે.

રામ મારી પાસે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટયુશનમાં આવે છે. રામ મારો ને ટ્યુશનમાં આવતા અન્ય બાળકોનો પણ લાડલો બની ગયો છે.

તેમના પરિવારે જણાવ્યું કે રામ હજુ નાનો છે એટલા માટે એના ઉપર કોઈ પ્રકારનો ફોર્સ કરવામાં નથી આવતો. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં તે આગળ વધશે. તેમના માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે જેમાં તેની ઈચ્છા છે તે પ્રમાણે ફિલ્ડમાં આગળ વધશે તેમ પરિવારે જણાવ્યું હતું.

મિત્રો તેમનો એક ઓરીજનલ વિડીયો અને સાથે તેની મિમિક્રી કરતા ભાવેશભાઈ સીરોયા નો વિડીયો ખાસ તમે જુઓ અને આગળ શેર કરો.