જો તમે આ રીતના લીંબુપાણી બનાવશો તો માત્ર બે થી ત્રણ અઠવાડિયામાં જ પાંચ કિલો વજન ઘટાડી શકશો

મિત્રો આપણે બધા લીંબુ પાણી તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે જાણીશું કે લીંબુ પાણી અલગ રીતે બનાવવામાં આવે તો માત્ર બેથી ત્રણ અઠવાડિયાની અંદર જ તમે તમારું વધી રહેલું વજન ઘટાડી શકો છો.

હવે આજે આપણે જાણીશું કે લીંબુપાણી કઈ રીતના બનાવવું અને તેનું સેવન કઈ રીતના કરવું. લીંબુ પાણી બનાવવા માટે સૌપ્રથમ તમારે ત્રણ તાજા લીંબુ લેવાના છે ત્યારબાદ તે લીંબુને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાના છે.

સૌ પ્રથમ તમારે એક બાઉલ લેવાનું છે તેમાં તમારે પાણી ઉમેરીને અડધી બાઉલ ભરવાનું છે ત્યારબાદ તેમાં 3 ચમચી સફેદ વિનેગારનું પાણી નાખવાનું છે.

હવે તેમાં લીંબુને બરાબર ધોઈ લેવાના છે. તમે સાદા પાણીથી લીંબુને ધોઈ શકો છો પરંતુ લીંબુને વિનેગારમાં ધોવાથી તેમાં બેક્ટેરિયાનો નાશ થાય છે અને ત્યારબાદ ફરીથી સ્વચ્છ પાણીથી ધોવાના છે.

હવે આ લીંબુ ચપ્પુ વડે કાપી લો અને એક વાટકીમાં આ બધા લીંબુનો રસ કાઢી લો.

મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનુ છે કે જે લીંબુ પાણી બનાવવાનું છે તેમાના લીંબુના રસનો ઉપયોગ કરવાનો નથી પરંતુ તમારે તેમાં લીંબુના રસ કાઢેલા છે છાલા વધેલા છે તેનો જ ઉપયોગ કરવાનો છે.

હવે તમારે એક તવિ કે કડાઈ લેવાની છે અને તેમાં 1 લિટર જેટલું પાણી નાખીને ગરમ કરો. હવે પાણી ગરમ થઈ જાય પછી તેમાં વધેલા લીંબુના છાલા નાખી દો અને ગરમ કરવાનું શરૂ કરો.

લીંબુના છાલામાંથી વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા તત્વો મળી આવે છે જે ખૂબ જ ફાયદો કરે છે.

હવે ગરમ પાણીમાં આ લીંબુના છાલા ઉકળી જાય પછી તેમાં અડધી ચમચી સિંધવ મીઠું નાખી દો અને ત્યારબાદ બરાબર મિક્સ કરી દો.

આ રીતે તૈયાર થયેલા લીંબુ પાણીને એક ડબ્બામાં નાખીને ગરણાની મદદથી ગાળીને તેનું સેવન કરવું તથા સેવન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનુ છે કે ગરમ ગરમ લીંબુ પાણી જ તમારે પીવાનું છે. ફ્રીઝમાં ઠંડું કરીને પીવાનું નથી.

આ પ્રકારના લીંબુ પાણીનું સેવન તમારે જમતા પહેલાં એક કલાક અગાઉ પીવાનું છે અને દિવસમાં ત્રણ વખત આ પ્રયોગ કરવાનો છે. તમે બેથી ત્રણ અઠવાડિયા સુધી સતત આ રીતે લીંબુનું બનાવેલું પાણી પીશો તો તમારું વજન આપોઆપ ઘટી જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.