મજેદાર અટપટા 10 ઉખાણા, રસપ્રદ કોયડા, પઝલ | Majedar Gujarati Ukhana, Koyda, Puzzle, Riddles

નમસ્કાર મિત્રો આજે આપણે મજેદાર અટપટા ચટપટા ઉખાણા વાંચીશું…

Gujarati Majedar Atapata Chatpata Ukhana, Koyda, Puzzle, Riddles

1. એવું શું છે જે સ્ત્રીમાં બે હોય છે અને પુરુષમાં પણ હોય છે?

જવાબ : અક્ષર

2.  બે માથા અને બે પગ જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે કપાય જાય એની કચકચમાં !

જવાબ : કાતર

3. વડ જેવાં પાન અને શેરડી જેવી પેરી, મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી !

જવાબ : આંકડો

4. દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી, નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી !

જવાબ : દાદાભાઈ નવરોજી

5. ભેંસ વિયાણી પાડો પેટમાં દૂધ દરબારમાં જાય, ચતૂર હોય તો સમજી લ્યો મૂરખ ગોથા ખાઈ !!

જવાબ : કેરી

6. પીળા પીળા પદમસિંહ ને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢો કસ !!

જવાબ : લીંબુ

7. રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા, વળી ગામે-ગામે થાય, તેને ખાઈ રંકને રાણા !!

જવાબ : બોર

8. એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો 2 અક્ષર થાય પરંતુ અંગ્રેજીમાં લખીએ તો 9 અક્ષર થાય?

જવાબ : છુંછા

9. જો તમે પાંચ સફરજનમાંથી ત્રણ સફરજન લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે??

જવાબ : 3

10. એવી કઈ વસ્તુ છે જે છોકરીનું નામ પણ છે અને તેનો શૃંગાર પણ છે!!

જવાબ : કુમકુમ

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

One thought on “મજેદાર અટપટા 10 ઉખાણા, રસપ્રદ કોયડા, પઝલ | Majedar Gujarati Ukhana, Koyda, Puzzle, Riddles

  • 08/06/2022 at 3:15 પી એમ(PM)
    Permalink

    Best ukhana bettar koyda

Comments are closed.