આપના પૂર્વ નેતા મહેશભાઈ સવાણીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં દાખલ

મિત્રો સુરતમાં હજારો પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર અને સમાજસેવી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી.

ત્યારબાદ દુખાવો વધુ પડતો હોવાથી તેને પી પી સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને એટેક આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું.

હાલમાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે મહેશભાઈ સવાણીના પરિવારના સભ્યો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા હતા.

મહેશભાઈની તબિયત એકાએક બગડી જતા પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ ડોક્ટરના કહેવા પ્રમાણે તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે જેથી પરિવારના સભ્યોએ થોડો હાશકારો અનુભવ્યો છે.

ડોક્ટરોની એક ટીમ દ્વારા તેમનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સંજય ભાઈ વાઘાણી દ્વારા તેનું નિદાન કરવામાં આવી રહ્યું છે અને પરિવાર તરફથી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલભાઈ સવાણી હાજર હોય તેમને હૃદયનો એટેક હોય એવી જાણ થતાં જ અને તુરત એડમીટ કરી ને સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહેશભાઈની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આપણે જાણીએ છીએ કે મહેશભાઈ સવાણી થોડા સમય પહેલાં જ રાજકારણમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય પણ કર્યો હતો અને ફરીથી તેઓ સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા હતા.

મહેશભાઈ સવાણી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવાનું ખૂબ જ મોટું કામ છે જેના દ્વારા સમાજમાં તેમની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.

આપણે બધા પ્રાર્થના કરીએ કે ઝડપથી મહેશભાઈ સવાણીની તબિયત માં સુધારો આવી જાય અને ફરીથી પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય જાય.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.