વાદળોમાં દેખાયા સાક્ષાત્ ભોલેનાથ : હજારો લોકોએ કર્યા દર્શન, તમે પણ ફોટા જોઈને કરી લો દર્શન અને શેર કરો

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શિવ કણ કણમાં રહે છે. ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે અને સમગ્ર બ્રહ્માંડ તેમાં સમાયેલું છે.

ઘણીવખત ભગવાન તેમના ભક્તોને કોઈને કોઈ સ્વરૂપમાં દર્શન આપતા હોય છે.

એક એવી ઘટના બની છે જેમાં વાદળોના સ્વરૂપમાં ભગવાન ભોલેનાથ દેખાયા હતા.

એક જગ્યાએ આકાશમાં વાદળોમાં મહાશિવરાત્રીના પાવન દિવસે વાદળોમાં શિવલિંગનું સ્વરૂપ દેખાયુ હતું અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું.

વૈજ્ઞાનિકો આને હવાનું દબાણ માને છે જે બદલાતી ઋતુઓ સાથે સમયાંતરે વાદળોમાં વિવિધ આકાર દ્વારા જોવા મળે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આવા દ્રશ્યો અવારનવાર જોવા નથી મળતા પરંતુ ક્યારેક વાદળોમાં આવા ચમત્કારીક દ્રશ્ય જોવા મળે છે.

વાદળોના સ્વરૂપમાં જોવા મળતા ભગવાન શિવ તમને ધર્મનો માર્ગ બતાવે છે અને તમે જીવનમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ દૂર કરવા માંગે છે.

કૈલાસ માનસરોવરને ભગવાન શિવ પાર્વતીનું ઘર માનવામાં આવે છે. સદીઓથી દેવી-દેવતાઓ યોગી ઋષિઓ અને મહાત્માઓ અહીં તપસ્યા કરી રહ્યા છે.

એક માન્યતા અનુસાર જે વ્યક્તિ માનસરોવરની ભૂમિને સ્પર્શ કરે છે તે બ્રહ્માએ બનાવેલા સ્વર્ગમાં પહોંચે છે અને જે વ્યક્તિ તળાવનું પાણી પીવે છે તેને ભગવાન શિવ દ્વારા બનાવેલા સ્વર્ગમાં જવાનો અધિકાર મળે છે.

એવું પણ કહેવાય છે કે સાક્ષાત બ્રહ્માએ પોતાના મન અને મગજથી માનસરોવરનું સર્જન કર્યું છે.

એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં દેવી-દેવતાઓ અહીં સ્નાન કરે છે. શાસ્ત્રો અનુસાર આ સ્થળે સતીનો હાથ પડયો હતો જેમાંથી આ સરોવરનું નિર્માણ થયું હતું. એટલા માટે જ તેને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે.

કૈલાસ માનસરોવરની મુલાકાત લેવા માટે યાત્રાળુઓ ભારતની સરહદ પાર કરીને ચીનમાં પ્રવેશ કરવો પડે છે કારણ કે યાત્રાનો આ ભાગ ચીનમાં છે. કૈલાશ પર્વતની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ 20,000 ફૂટ છે.

યાત્રા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભોલેબાબા દ્વારા બોલાવવામાં આવનાર વ્યક્તિ જ આ યાત્રા કરી શકે છે.

સામાન્ય રીતે આ યાત્રા 28 દિવસમાં પૂરી થાય છે કૈલાશ પર્વત કુલ 48 કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.

કૈલાશ પર્વત જોઇને એવું લાગે છે કે જાણે ભગવાન શિવ પોતે બરફના બનેલા શિવલિંગના રૂપમાં વિરાજમાન છે અને આ શિખરને હિંમરત્ન પણ કહેવામાં આવે છે.

ભગવાન ભોલેનાથ તેના ભક્તોને ઘણી વખત વાદળના રૂપમાં દર્શન આપતા હોય છે ત્યારે તેની તસવીરો પણ લોકો કેમેરામાં કંડારી લેતા હોય છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી બધા લોકો તેના દર્શનનો લાભ પણ લઈ શકે છે.

મિત્રો તમે પણ ભગવાન ભોલેનાથના દર્શન કરીને તમારા મિત્રો સગાં-સંબંધીઓને આ માહિતી શેર કરો જેથી એ પણ દર્શનનો લાભ લઇ શકે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.