ભારતનો રહસ્યમય કિલ્લો જે ૩૫૦ વર્ષથી દરિયામાં છે છતાં ત્યાં આવે છે મીઠું પાણી

મિત્રો આપણો ભારત દેશ ઘણા બધા રહસ્યોથી ભરેલો છે. આજે આપણે વાત કરીશું એક એવા પ્રાચીન કિલ્લા વિશે કે જે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તટીય ગામ મુરુદમાં આવેલો છે.

આ કિલ્લાને મુરુદ જંજીરા કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ કિલ્લાની મુખ્ય ખાસિયત એ છે કે તે દરિયાની વચ્ચે આવેલો છે અને 90 ફૂટની ઊંચાઈએ સ્થિત છે.

આ પ્રાચીન કિલ્લો ભારતના પશ્ચિમ કિનારે આવેલો એક માત્ર કિલો છે જેને અત્યાર સુધીમાં કોઈ જીતી શક્યું નથી.

ઇતિહાસ એવું કહે છે કે બ્રિટિશ, મોગલ, પોર્ટુગીઝ, શિવાજી મહારાજ, ચીમાજી અપ્પા અને સંભાજી મહારાજે આ કિલ્લાને જીતવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા પરંતુ એમાંથી કોઈને પણ સફળતા નથી મળી તેથી જ આ કિલ્લાને અજેય કિલ્લો કહેવામાં આવે છે.

મિત્રો મુરુદ જંજીરા કિલ્લાનો દરવાજો વિચિત્ર રીતે બનાવવામાં આવ્યો છે. આ દરવાજો દીવાલોના આવરણ નીચે બનાવવામાં આવ્યો છે એટલે કે કિલ્લાથી થોડા મીટર દૂર જતા દીવાલોને કારણે દેખાવાનું બંધ થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે દુશ્મનો કિલ્લાની નજીક આવતા જ બેવકૂફ બની જાય છે અને કિલ્લામાં પ્રવેશ કરી શકતા નથી.

આ પ્રાચીન કિલ્લો પંદરમી સદીમાં અહમદનગર સલ્તનતના મલિક અંબરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો.

આ કિલ્લો 22 એકરમાં ફેલાયેલો છે અને જેમાં 22 સુરક્ષા ચોકીઓ છે. આ કિલ્લો 40 ફૂટ ઊંચી દિવાલોથી ઘેરાયેલો છે અને આ કિલ્લો બનાવવા માટે 22 વર્ષ લાગ્યા હોય તેવું કહેવાય છે.

આ કિલ્લા ઉપર સિદ્દીકી શાસકોની તોપો પણ રાખવામાં આવી છે.

મિત્રો આ કિલ્લામાં શાહ બાબાની સમાધિ આવેલી છે. એવું પણ કહેવાય છે કે આ કિલ્લો પંચ પીર પંજાતન શાહ બાબાના સંરક્ષણ માટે છે.

મિત્રો રહસ્યની વાત તો એ છે કે આ કિલ્લામાં મીઠા પાણીનું તળાવ આવેલું છે. દરિયાના ખારા પાણીની વચ્ચે હોવા છતાં અહીં મીઠું પાણી આવે છે. આ મીઠું પાણી ક્યાંથી આવે છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.