મઘા નક્ષત્રમાં મેઘરાજા મહેરબાન થશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે અને ગુજરાતના અન્ય જિલ્લાની અંદર પણ સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

આગામી તારીખ 15, 17 અને 22 માં સારો વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાત માટે વધુ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં સારો વરસાદ થશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

મિત્રો અંબાલાલ પટેલ મઘા નક્ષત્ર વિષે પણ થોડી માહિતી આપી છે અને કહ્યું છે કે આ નક્ષત્રમાં વરસાદ સારો રહે છે અને મઘા નક્ષત્રમાં જો વરસાદ પડે તો તે પાક માટે ખૂબ જ સારો માનવામાં આવે છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર વાવેતર કરવું પણ યોગ્ય ગણાવ્યુ છે.

ખેડૂત મિત્રો માટે અંબાલાલ પટેલે ખાસ માહિતી આપી છે કે જો 25 ઓક્ટોબર પછી વરસાદ થશે તો કપાસના રૂ ની ક્વોલિટી બગડશે. સાથે ભાલ વિસ્તાર અથવા બિનપિયત ખેતરોની અંદર ચણા અને ઘઉંનો સારો પાક થવાની સંભાવના છે. આ ઉપરાંત તેલીબિયાં પાકોમાં રાયડો સૌથી સારો થવાની પણ વાત અંબાલાલ પટેલે કરી છે.

આ ઉપરાંત તેમણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એટલે કે ઓતરા નક્ષત્રમાં વરસાદ આવશે તે 15 સપ્ટેમ્બરની આસપાસ વરસાદ રહેવાનો છે અને આવતા મહિને એટલે કે ઓકટોબર મહિનામાં જે વરસાદ થશે તે સ્વાતિ નક્ષત્રમાં પડવાનો છે જે કપાસના પાકને ખૂબ જ નુકસાન કરે છે. અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈ કરેલી આગાહીમાં રાજ્યમાં આ ચોમાસામાં 98 ટકા વરસાદ રહેશે તેવું અનુમાન કર્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.