ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું !!

મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદને કારણે નદી, નાળા અને ચેકડેમો છલકાઈ ગયા છે.

ગીર સોમનાથમાં સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

મિત્રો દર વર્ષે ચતુર માસ દરમિયાન જયારે વરસાદ આવે છે ત્યારે ભગવાન પાણીમાં બિરાજે છે અને લોકો દૂર-દૂરથી માધવરાય પ્રભુનો જળ વિહાર નિહાળવા માટે આવે છે.

સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હાલમાં આ મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ગીર પંથકમાં આવેલી સરસ્વતી નદીમાં ભારે પુર આવતા અતિપ્રાચીન પ્રાચી તીર્થમાં બિરાજતા ભગવાન માધવરાયનું મંદિર પાણીમાં ડૂબી રહ્યું છે.

મિત્રો આ કોઈ પ્રથમ વખત બનેલી ઘટના નથી. આ પ્રકારની ઘટના દર વર્ષે બને છે જેમાં સરસ્વતી નદીના કાંઠે આવેલું મહાદેવનું મંદિર નદીમાં ઘોડાપુર આવતા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ત્યારબાદ જાણે સરસ્વતી નદી માધવરાય સ્નાન કરાવતા હોય તેવી પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે.

મિત્રો સુત્રાપાડાના પ્રાચી ખાતે આવેલ માધવરાય ભગવાન મંદિર ત્રણથી ચાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળે છે જેને કારણે ભાવિક ભક્તો હાલ દર્શન કરી શકે તેમ નથી.

મિત્રો આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે જે સરસ્વતી નદીના કાંઠે આવેલું છે જેમાં દર વર્ષે ચોમાસામાં ભગવાન માધવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે.

જેમ જેમ વરસાદ વધે છે તેમ તેમ માધવરાયનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઇ જાય છે અને એક સમય એવો આવશે જ્યારે માધવરાય મંદિરનું માત્ર શિખર જ દેખાશે.

આવી રીતે લોકો માધવરાય મંદિરના દર્શન નહીં કરી શકે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની જળમગ્ન થયાંના આ દિવ્ય દર્શનનો લાભ લઇ શકશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.