માં મોગલની ઘરે કેવી રીતે પૂજા-અર્ચના કરવી જોઈએ!! મણીધર બાપુએ જણાવ્યું

મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે માં મોગલના ચમત્કારો દિવસેને દિવસે વધી રહ્યા છે અને દરેક લોકો પોતાનાં દુઃખો દૂર કરવા માટે મા મોગલના શરણે જાય છે અને માતા મોગલ દુઃખ દૂર કરે છે અને જીવનમાં સુખ ભરી દે છે.

માત્ર માતાજીનું નામ લેવાથી જ દુઃખો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માતા મોગલનો હાથ કાયમ તેના ભક્તો ઉપર રહે છે.

ભક્તોના દુઃખ દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે અને લોકોમાં પણ મા મોગલને લઈને ખૂબ જ શ્રદ્ધા છે અને માતા મોગલના ભક્તો દેશ-વિદેશમાં પણ છે.

કબરાવમાં સાક્ષાત બિરાજમાન મા મોગલના પરચા તો બધા લોકો જાણે જ છે. માં મોગલના આ ધામમાં મણીધર બાપુ પણ બિરાજમાન છે.

મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ક્યારેય પણ ભોજનની કમી રહેતી નથી. લોકોને માં મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રહેલી છે.

માતા મોગલના ભક્તો દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે અને પોતાની માનતા પૂરી કરવા માટે ભક્તો માતાના શરણે આવી પોતાની માનતા પૂરી કરે છે.

મિત્રો મણીધર બાપુએ માતા મોગલને પ્રસન્ન કરવા માટેના ઘણા બધા ઉપાયો બતાવ્યા છે જ્યારે એક યુવકે બાપુને પૂછ્યું કે મા મોગલને પ્રસન્ન કરવા માટે અગરબત્તી કરવી કે દીવો કરવો જોઇએ ત્યારે બાપુએ કહ્યું કે “મા તે મા બીજા બધા વગડાના વા” માં મૂકીને બીજે ના જવાય પહેલા કુળદેવી અને પછી માં મોગલ.

તમારે સૌ પ્રથમ તમારે કુળદેવીની પૂજા કરવી જોઈએ કેમ કે તમારી કુળદેવીની દયાથી જ તમે અહીંયા આવો છો અને સારી રીતે બધું ચાલે છે.

જ્યારે તમે કોઇપણ જગ્યાએ પહેલાં જાઓ છો ત્યારે પહેલા તમારે કુળદેવી વિશે પૂછવામાં આવે છે પણ મા મોગલ કોઈની કુળદેવી નથી એ તો અઢારે વરણની માં છે.

માતા મોગલને ધૂપ વાલો છે એ પણ ગુગળ અને ગાયના ઘીનો ધૂપ ખૂબ જ વહાલો છે. આ ઉપરાંત બાપુએ જણાવ્યું કે ચઢાવ તરીકે માં મોગલનો દીવો થાય બાકી તો પહેલો દીવો તમારી કુળદેવી નો જ થાય.

માતા મોગલને ખુશ કરવા માટે કોઈ ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલને ખુશ કરવા હોય તો કોઈ ગરીબને કપડા કે ભોજન કરાવવાથી માતા મોગલ તમારા ઉપર પ્રસન્ન થશે.

ખાસ કરીને મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ સદાય તમને મળશે અને અન્ય લોકોને મદદ કરવાથી માતા હંમેશા ખુશ રહે છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

મિત્રો માતાના આ મંદિરમાં વર્ષોથી કોઈ પ્રકારનું પૈસાનું દાન લેવામાં આવતું નથી માત્ર અન્નદાન જ સ્વીકારવામાં આવે છે.

મિત્રો તમે પણ માં મોગલ ઉપર વિશ્વાસ રાખતા હોવ તો કોમેન્ટમાં જય માં મોગલ અવશ્ય લખજો અને આ માહિતી ને બીજા લોકો સુધી શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.