માં મોગલને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ આપ્યા વિશેષ ઉપદેશો : માત્ર આટલું કરવાથી તમારા બધા દુઃખ માં હરી લેશે!!

મિત્રો આપણે જાણીએ છીએ કે એક અલૌકિક શક્તિ દ્વારા સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થયું છે અને ચાલી રહ્યું છે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ.

આપણે બધા લોકો અલગ અલગ સ્વરૂપમાં ભગવાનની પૂજા-અર્ચના કરતા હોઈએ છીએ જ્યારે પણ કોઈ વ્યક્તિ દુઃખી થાય છે કે સુખી થાય છે ત્યારે સૌપ્રથમ તે પોતાના ભગવાનને યાદ કરે છે.

સૌ પહેલા ભગવાનના શરણમાં જાય છે. મિત્રો આજે આપણે વાત કરીશું મા મોગલ વિશે.

માતા મોગલના પરચા ખૂબ જ જાણીતા છે. દિવસેને દિવસે મા મોગલ તેના ભક્તોને કોઈક ને કોઈક રૂપમાં પરચો આપે છે.

માતા તેના ભક્તોના દુઃખ ક્ષણભરમાં જ હરી લે છે. માતા તેના ભક્તો ઉપર હંમેશા કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે જેને કારણે લોકોમાં માં મોગલ પર ખૂબ જ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા છે.

માતા મોગલના ભક્તો દુનિયાના ખૂણેખૂણે રહેલા છે અને પોતાની માનતા કરવા માટે તેના ભક્તો મોગલ માના શરણે આવે છે.

મિત્રો આજે આપણે કબરાઉધામમાં બિરાજેલા માતા મોગલના પરચા વિશે વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે માતાના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથદર્શી બન્યા છે.

માતાના ભકતો દેશ-વિદેશથી દર્શન કરવા માટે આવે છે અને તેમની માનતા પૂરી કરે છે.

મિત્રો આ મંદિરની ખાસિયત એવી છે કે વર્ષોથી કોઈ પ્રકારનું પૈસાનું દાન લેવામાં આવતું નથી, માત્ર અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોને વિનામૂલ્યે ભોજન પણ કરાવવામાં આવે છે.

અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમ છતાં અહીં ભોજનની કમી થતી નથી જે માતાજીના આશીર્વાદ છે.

જ્યારે મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મણીધર બાપુએ માતાજીને ખુશ કરવા માટે ઉપાયો જણાવ્યા હતા.

મણીધર બાપુએ કહ્યું છે કે મા મોગલને ખુશ કરવા માટે ઉપવાસ કે વાર રહેવાની જરૂર નથી, માત્ર ગરીબ લોકોને કપડા આપવાથી અને ભોજન જમાડવાથી મા પ્રસન્ન થાય છે. મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાજીના આશીર્વાદ મળે છે.

આવી રીતે અન્ય લોકોને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારી બધી મનોકામના મા મોગલ પૂરી કરે છે.

મિત્રો જો તમે પણ માતા મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવો છો તો કોમેન્ટમાં જય મોગલ માં અવશ્ય લખજો અને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.