આઈ શ્રી મોગલ માતાએ કળિયુગમાં આપ્યો સાક્ષાત પરચો, પિતાએ રાખી હતી પુત્ર માટે માનતા..

મિત્રો આપણે જાણીએ છીએ કે મોગલ મા ના પરચા ખુબ જ જાણીતા છે અને દિવસે ને દિવસે તેના ભક્તોને કોઈ ને કોઈ સ્વરૂપે પરચો આપે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

મોગલમાના શરણે આવેલો કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો ફરતો નથી. ભક્તો માતાજી પાસે પોતાના દુઃખ અને મુશ્કેલીઓ લઈને રડતા રડતા આવે છે અને માતાજીના દર્શન કર્યા બાદ તેઓ હસતા મુખે ઘરે પરત જાય છે.

જો તમે મા મોગલને સાચી શ્રદ્ધાથી માનતા હોવ અને માત્ર તેનું નામ લેવાથી તમારા દુઃખો દૂર થઈ જાય છે.

અહીંયા માતાજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. માતાજીના આશીર્વાદથી તેના અનેક ભક્તોનાં દુઃખો દૂર થયા છે.

હજી સુધીમાં એવું કોઈ ભક્ત નહીં હોય જેને માતાજીએ નિરાશ કર્યા હોય, માતાજીના આશીર્વાદથી પારણા બંધાયા છે, લોકોને વેપાર ધંધામાં સફળતા પણ હાથ લાગી છે અને અનેક લોકોના ઘરમાં સુખ, શાંતિ અને ઘણા લોકોને બીમારીમાંથી પણ બહાર કાઢ્યા છે.

આ મંદિરની અંદર ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હોય તેવા દર્દીને માતાજીએ સો સો વર્ષનું આયુષ્ય આપ્યું હોય તેવા પણ પરચા છે.

મિત્રો કચ્છમાં આવેલ મોગલ ધામમાં આજે એક દંપતી પોતાના બાળકને લઈને માતાજીના ચરણોમાં દર્શન કરવા માટે આવે છે ત્યારે મણીધરબાપુ પૂછે છે કે તમે શેની માનતા રાખી છે? ત્યારે દંપતીએ જવાબ આપ્યો કે અમારો દીકરો સારો અભ્યાસ કરીને આગળ વધે તેના માટે માનતા રાખી હતી.

માનતા રાખ્યા પછી અમારો દીકરો સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને પરીક્ષા પણ આપી રહ્યો હતો અને માતાજીની અસીમ કૃપાથી તેને પરીક્ષામાં સફળતા હાથ લાગી છે જેથી અમે આખો પરિવાર માતાજીના ધામમાં દર્શન કરવા માટે આવ્યા છીએ.

મણીધરબાપુએ જણાવ્યું કે આ કોઈ જાદુ ન કહેવાય, તમે અહીં માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો છે આ તેનું ફળ છે અને એટલી જ શ્રદ્ધાથી છોકરાએ મહેનત પણ કરી છે અને માતાજીએ તેને સાથ આપ્યો.

જો તમે બધું માતાજી ઉપર છોડીને તન-મનથી શ્રદ્ધાથી મહેનત કરવા લાગી જાઓ છો તો તેમાં જરૂર તમને સફળતા મળે છે. માતાજી ઉપર પૂરતી શ્રદ્ધા, આસ્થા રાખો તમને માતાજી કોઈ દિવસ નિરાશ નહીં કરે.

તો મિત્રો તમને પણ માં મોગલ ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય માં મોગલ અવશ્ય લખજો અને આ માહિતી પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.