નાના ગામડામાં ઝાડ નીચેથી સાક્ષાત માં મોગલ આવ્યા જે લોકો માતાજીને નથી માનતા તે એકવાર અવશ્ય વાંચો

મિત્રો આપણે જાણીએ છીએ કે મોગલ માંના પરચા હાલમાં ખૂબ વધારે છે અને માતા તેના ભક્તોના દુઃખ માત્ર માતાને યાદ કરવાથી જ હરી લે છે.

આજે આપણે વાત કરીશું એક નાના એવા ગામની કે જ્યાંથી સાક્ષાત માતા મોગલ પ્રગટ થયા છે.

મિત્રો આ ઘટના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામની છે. આંબાના ઝાડની અંદરથી સાક્ષાત માતાજીના સ્વરૂપમાં આવ્યા હતા, એ જગ્યા પર ગામની દીકરીઓ ગરબે રમે તે જગ્યા પર માં મોગલ રમવા માટે આવ્યા હતા.

આખા ગામ દ્વારા તે જગ્યા પર માં મોગલ સાક્ષાત પ્રગટ થયા હતા તે સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને ઉજવણી કરવામાં આવી હતી અને હવે ત્યાં આંબાવાડી મોગલ કહેવાય છે.

ત્યારબાદ માતા મોગલની મૂર્તિ પણ ત્યાં બેસાડવામાં આવી છે જેમકે ભગુડા માં મોગલ નું માન છે તેવી જ રીતે અહીં માતા મોગલનું માન છે.

આમ તો બધી જગ્યાએ માતા મોગલ તો એક સરખા જ છે. મિત્રો ગામની એક દીકરી જેનું નામ વર્ષાબેન આહીર છે જે કામડીયા પરિવારની એક દીકરી છે તેના સપનામાં માતાજી આવ્યા હતા અને કહ્યું હતું કે આંબા નીચે બેઠી છું મને જલદી બહાર કાઢો.

આ વાતને ગામના ઘણા બધા લોકો માનતા ન હતા પરંતુ માં મોગલે ઘણા બધા પરચા દીધા. મોગલ માં ગરબા રમવા આવ્યા, થોડા દિવસ પહેલા સાગરદાન ગઢવીનો પ્રોગ્રામ હતો ત્યારે સાગરદાન ગઢવીને થાપો માર્યો હતો ત્યાં હાથમાંથી કંકુ નીકળ્યું હતું.

મિત્રો અહીંયા રહેવા-જમવાની ઘણી સુવિધા છે, તમે જશો તો તમને એવું લાગશે કે હું માના ચરણોમાં આવ્યો છું, ત્યાં એક કૂવો છે, એક ટાવર છે. આ ઉપરાંત અહીંયા ઘણા બધા દાતા પણ છે જેને કારણે અહીંયા ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.

અહીંયા રોજ હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને ખાસ કરીને મંગળવારે તો માતાજીનો ખાસ હોવાથી એટલું બધું ટ્રાફિક હોય છે કે માણસો પણ સમાતા નથી.

આ મંદિરની પાછળ એક કૂવો છે અને એવું માનવામાં આવે છે કે અહી પણ એક મોગલ મા નું સ્વરૂપ છે અને માતાજી હાજરા હજુર છે.

મિત્રો અહિયા લોકો ઘણી પ્રકારની માનતાઓ પણ કરે છે અને માં મોગલ તેની માનતા પૂરી પણ કરે છે.

તો એકવાર અવશ્ય માતા મોગલના દર્શને જજો, તમને ખૂબ જ સારો અહેસાસ થશે અને તમારી બધી મનોકામના પણ પૂર્ણ થશે.

જો તમને માં મોગલ ઉપર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય માં મોગલ અવશ્ય લખજો અને મિત્રો સાથે શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.