વિદેશની ધરતી પરથી હજારો રૂપિયા લઈને આવ્યા માનતા પૂરી કરવા માં મોગલ ધામ, આ ભક્ત સાથે જે થયું…

મિત્રો સમગ્ર ભારતમાં દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને ઘણી જગ્યા ઉપર ચમત્કારો પણ થતા હોય છે અને દેવી-દેવતાઓ પરચા પણ આપી રહ્યાં હોય છે.

મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા ધામ વિશે કે જ્યાં દેવી શક્તિના પરચા તેના ભક્તોને અવારનવાર મળતા રહે છે જેને કારણે ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ આ ધામ સાથે જોડાયેલો છે. આ ધામ છે માં મોગલનું ધામ એટલે કે કબરાઉમાં આવેલું મોગલ ધામ.

મોગલ ધામમાં ભક્તોની માતાજી સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે જે ભક્તો માનતા કરે છે અને તેમની માનતા પૂર્ણ થાય છે ત્યારે માતાજીના દર્શન કરવા માટે અને પોતાની માનતા પૂરી કરવા માટે ભક્તો માતાજીના શરણે આવી જાય છે.

માતા મોગલના ઘણા બધા પરચાઓ જગજાહેર છે અને બધા લોકો જાણે જ છે અને ત્યાં રહેતા મણીધર બાપુ વિશે પણ બધા લોકો જાણતા જ હશે.

માતાજીના પરચા ખૂબ જ અપરંપાર છે. માત્ર માં મોગલનું નામ લેવાથી અથવા તેમને યાદ કરવાથી ભક્તોનાં તમામ દુઃખો દૂર થઈ જાય છે મા મોગલ અત્યાર સુધી લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

મિત્રો ભારત દેશમાં તો ઠીક છે પણ વિદેશની ધરતી ઉપર પણ લોકોની આસ્થા માં મોગલ સાથે ખૂબ જ જોડાયેલી છે.

મિત્રો હમણાં જ એક વ્યક્તિ અમેરિકાથી પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો અને તેમણે કહ્યું કે સાક્ષાત માતાજી પ્રગટ થતા તેમની માનતા પૂર્ણ કરી હતી અને આ વ્યક્તિ છે અમેરિકાથી મા મોગલની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

આ વ્યક્તિએ પોતાના દીકરાને લઈને કોઈ માનતા માની હતી અને તેમનું કામ જો પૂર્ણ થશે તો કબરાઉ ધામ આવીને 42 હજાર રૂપિયા માતાજીના ચરણમાં ચડાવીશ.

માં મોગલની માનતા કર્યા બાદ થોડા જ સમયમાં તેમનું કામ પૂર્ણ થઈ ગયું અને આ વ્યક્તિ તરત જ અમેરિકાથી માનતા પૂરી કરવા માટે રવાના થઇ ગયો અને કબરાવ આવીને મણીધર બાપુને 42 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે મારું કામ પૂર્ણ થઇ ગયું છે અને જે માનતા કરી હતી તે માનતા પૂરી કરવા માટે હું આવ્યો છું.

મિત્રો ત્યારે મણીધર બાપુએ કહ્યું કે તમારું કામ થઈ ગયું? તો યુવકે કહ્યું હા મારું કામ થઈ ગયું ત્યારે મણીધર બાપુએ કહ્યું કે તારો મા મોગલ માં વિશ્વાસ હતો તે માટે જ તારું કામ થયું છે આમાં કોઈ ચમત્કાર નથી.

ત્યારબાદ મણિધર બાપુએ કહ્યું કે આ પૈસા તારી દીકરીને આપી દે જે  મોગલને તારા રૂપિયાની કોઈ જરૂર નથી અને માં મોગલને તારી માનતા સ્વીકારી લીધી છે અને હંમેશા માં મોગલ ઉપર વિશ્વાસ રાખજો.

તો મિત્રો જો તમે પણ માતા મોગલને માનતા હોવ અને તેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ના ભૂલતા અને આ માહિતીને તમારા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.