મોગલમાનુ જન્મ સ્થળ અને તેનો ઇતિહાસ, માનતા હોય તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખીને શેર કરો

મિત્રો આજે દુનિયામાં મોગલ મા ને કોણ નથી જાણતું? અને મોગલમાના પરચા દિવસેને દિવસે લોકોને મળી રહ્યા છે. આજે આપણે વાત કરીશું ભગુડા ધામ કે જે માં મોગલ માના ધામ તરીકે પ્રખ્યાત છે તેના વિશે અને તેના ઇતિહાસ વિશે.

ભગુડાધામ લાખો ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં આવેલું છે ભગુડા ધામ.

અહી દર વર્ષે લાખો યાત્રાળુઓ મોગલ માં ના દર્શન કરવા માટે આવે છે. મોગલ મા નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. મોગલ મા નો અર્થ મહાભારતમાં પણ મળે છે.

કહેવાય છે કે શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદીની સાથે બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દ્રૌપદીના કોઈ મંતવ્ય ઉપર ભીમસેન હસવા લાગ્યા હતા ત્યારે કૃષ્ણે કહ્યું તમે હસી ના ઉડાવો તમે અજાણતા પણ આદિશક્તિનું અપમાન કરી રહ્યા છો.

ખરેખર દ્રોપદીની વાસ્તવિકતા તમે જાણવા ઈચ્છતા હોય તો દ્રુપદ કન્યા મધ્યરાત્રિના સમયે સ્નાન કરવા જાય ત્યારે છુપાઈને દર્શન કરવા તેની પાછળ જજો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમને અવાજ સંભળાય ત્યારે માંગી લેજો કે શ્રી કૃષ્ણ, પાંડવ અને કુંતા તારા ખપમાં આટલું કહી પાણીમાં જતા રહેજો.

ભગવાન શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે ભીમસેન મધ્યરાત્રીએ દ્રોપદી સ્નાન કરતા હતા તે સમયે ભીમ સેન દર્શન કરવા માટે જાય છે.

પરંતુ તે સમયે દ્રૌપદી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને બોલે છે કે કોઈ દાનવ કે પશુ-પંખી જે પણ કરી ઈચ્છતા હોય તે માંગી લો ત્યારે ભીમસેન ખૂબ જ ડરી ગયા અને પોતે તરત જ વાત કરી અને કહ્યું કે હે આદિશક્તિ ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને અને કુંતા તારા નહીં બાકી બીજા બધા તારા.

જોગમાયા એ તથાસ્તુ કહ્યું અને ભીમસેન તરત જ સરોવરના પાણીમાં કૂદી પડ્યા જ્યારે જોગમાયાએ તથાસ્તુ કહ્યું ત્યારે તેમના મોઢામાંથી અગ્નિનો દાવાનળ નીકળ્યો અને સો જોજન સુધી બધું જ પાણી ઉકળી ગયું.

જોગમાયાના મોઢા માંથી અગ્નિ નીકળ્યો તેથી તે મોગલ કહેવાયા જેના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ તે મોગલ કહેવાય.

ત્યારબાદ ભગુડા માં કેવી રીતે બિરાજમાન થયા તેનો પણ ઇતિહાસ અનેરો છે.

કહેવાય છે કે ગીર પંથકમાં કામરીયા આહીર, ચારણો અને અન્ય માલધારીઓ સાથે રહેતા હતા. સુખ દુઃખમાં સાથે દિવસો વિતાવતા હતા. ભગુડાના કામરીયા આહીર ના માજીને તેમની એક બહેન જેવી ચારણની બાયે કાપડમાં માં મોગલ આપ્યા હતા અને કહ્યું કે આ કપડામાં મા મોગલ તને આપું છું.

અમારા બધાના દુઃખ માં મોગલે ભાંગ્યા છે, તું પણ તારા મલકમાં જઈ મોગલ માંનું સ્થાપન કરજે. માતા તમારા દુખડા દૂર કરશે સદાય તમારી સહાય કરશે.

ત્યારબાદ માજીએ કાપડમાં આપેલા માં મોગલનું સ્થાપન ભગુડાના નેહડામાં કર્યું અને માં મોગલ એ સૌ માલધારીના દુખડાને દૂર કર્યા અને સુખેથી રહેવા લાગ્યા. જાતે જ કામરીયા આ મોગલ મા ની સેવા તન, મન અને ધનથી કરતા હતા. આ રીતે માં મોગલ ભગુડા ધામ માં સદાય માટે આસીન થયા છે.

આ ઉપરાંત અન્ય પણ દંતકથા ભગુડાધામ સાથે જોડાયેલી છે. વર્ષો પહેલા એક વિરમગામમાં એક અઢાર વર્ષની રાજપૂતની દિકરી રસ્તા ચાલીને જઇ રહી હતી ત્યારે પાછળથી કોડા આવે છે અને દીકરી બાજુમાં ખસી જાય છે પરંતુ કોડા આગળ જવાને બદલે તે દીકરીની આગળ પાછળ ફરવા લાગે છે અને દીકરીને કહે છે કે ક્યાં જાય છે જ્યારે દીકરી કહે છે કે હું મારા બાપુજી નું ભાત લઈને જાવ છું.

ત્યારે પેલા કહે છે કે આવા ધૂપ તડકામાં ભાત લઈને ના જવાનું હોય, તારૂ આ રૂપ કડીના બાદશાહને શોભે.

આ સાંભળીને રાજપૂતની દીકરીને ગુસ્સો આવે છે પરંતુ તે પોતાને સંભાળી લે છે અને દીકરી બાદશાહ કહે છે કે તમારે માંગુ નાખવું હોય તો બાપ પાસે નખાય દીકરીને ના કહેવાય.

આમ કહીને પોતાનો ગુસ્સો છુપાવે છે,પેલા કહે છે કે ક્યાં છે તારા બાપુજી? ત્યારે દીકરીએ કહ્યું કે તે ઘઉં ચારે છે.

દીકરી અને ઘોડેસવારો દીકરીના બાપ પાસે આવે છે, દૂરથી લોકોને આવતા જોઈને રાજપૂત ઉભા થઈ જાય છે અને દીકરીને પૂછે છે કે કોણ છે આ લોકો? ત્યારે દીકરી કાળજા ઉપર પથ્થર રાખીને કહે છે કે બાપુજી આ મહેમાન છે.

આ સાંભળીને રાજપૂતે વિચાર્યું કે આ દીકરીને મારી નાખો તો પણ લોકોની વાતમાં ના આવે, જરૂર કઈ મારી દીકરીએ વિચાર્યું હશે અને બાપ અને બેટી બંને કડીના બાદશાહને આમંત્રણ આપી દે છે અને બાદશાહ તો રાજી થઈને જતો રહે છે.

ત્યારબાદ દીકરી અને તેનો બાપ બને મૂંઝવણમાં મુકાયા અને વિચારે છે કે હવે શું કરશું? ત્યારે બાપ કહે છે કે બેટા આપણે ઝેર ખાઈને જીવન ટૂંકાવી દઈએ.

ત્યારે દીકરીએ કહ્યું ઘણી વખત મારી મા આઈને ધૂપ બતી કરતી હોય છે અને તે કોઈ આઈને યાદ કરતી હોય છે અને અચાનક તે મગજને જોર લગાવે છે તો તે આઈ નું નામ યાદ આવી જાય છે અને તે આઈ નું નામ મોગલ. બાપુ મારી મા આઇ મોગલની પૂજા કરતી હતી.

પણ જ્યારે દીકરીના મોઢામાંથી મોગલ મોગલ નીકળે છે ત્યારે મોગલ વીજળીના ચમકારાની જેમ કડીના બાદશાહના મહેલમાં આવે છે અને બાદશાહને ધોળા દિવસે તારા દેખાવા લાગે છે અને બાદશાહ મહેલથી ભાગી નીકળે છે અને એક ગોહિલવાડના એક ગામમાં આવે છે.

લોકોને ધમકી આપીને છુપાઈ જાય છે અને કહે છે કે બધા ઘરમાં તાળા લગાવી દો ત્યારે માં આવી બધાના ઘરના તાળા તોડી નાખે છે અને બાદશાહ જે ઘરમાં છુપાયો હતો તે તાળું છેલ્લે તોડે છે ત્યારે બાદશાહ મોગલમાના પગમાં પડી જાય છે અને માફી માગે છે ત્યારે મા મોગલ તેને મારતા નથી.

માં મોગલ બાદશાહને ચેતવણી આપે છે કે તું ધ્યાન રાખજે, તું સુધરી જજે.

માતાજી ગામના લોકોને કહે છે કે આ ગામમાં બાદશાહ ભાગીને આવ્યો હોવાથી આ ગામનું નામ આજથી ભગુડા રાખું છું અને આજ પછી ઘરે કોઈ પણ તાળા મારતા નહીં. હું સદાય માટે ગામની રખેવાળી કરું છું અને ભગુડા ગામમાં બિરાજુ છું.

મિત્રો આજે પણ ભગુડા ગામમાં ઘર દુકાનમાં તાળા લાગતા નથી. હવે કોઈ પણ વ્યક્તિની ચીજવસ્તુઓ રાતે ચોરાતી નથી અને ચોરાય હોય તો ટૂંક સમયમાં જ પાછી આવી જાય છે.

મિત્ર ભગુડા ગામમાં લાખો લોકો દર વર્ષે માનતાઓ લઈને આવે છે અને આઈ મોગલ બધા ભક્તોના દુઃખ દૂર કરી સુખ અને શાંતિનો અહેસાસ કરાવે છે.

માતા મોગલને લાપસી ખૂબ જ પસંદ છે એટલા માટે આઇ મોગલના ધામમાં લાપસી જરૂર ધરવામાં આવે છે.

તો મિત્રો તમને માતા મોગલનો ઇતિહાસ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં મોગલ અવશ્ય લખજો અને આ માહિતીને અન્ય લોકો સુધી પણ શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.