શુક્રવારની રાતે 11 વાગે કરી લો આ ઉપાય, રાતોરાત બની જશો કરોડપતિ

મિત્રો આપણે જાણીએ છીએ કે દુનિયામાં દરેક વ્યક્તિ રૂપિયા કમાવા માટે કોઈને કોઈ કામ કરે છે પરંતુ ઘણા એવા વ્યક્તિ પણ છે જે મહેનત કરવા છતાં પણ જોઈએ એવું પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી.

ત્યારે આજના આ આર્ટિકલમાં બે એવા નુસખા વિશે જાણીશું કે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણી મહેનત ફળ લાવે છે.

શુક્રવારના દિવસને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં આવે તો તમારી ભવોભવની ગરીબી દૂર થાય છે.

માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર થાય છે તો તમે જીવનમાં તમામ ભૌતિક સુખો ભોગવી શકો છો પરંતુ જે લોકો પૈસાથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેઓએ માતા લક્ષ્મીને અવશ્ય પ્રસન્ન કરવા જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેના વિશે આપણે જાણીશું.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્રને લાલ રંગના કાપડ ઉપર રાખવું જોઈએ.

માતાજીની મૂર્તિ કે તસવીરની સામે ઘીનો દીવો કરો અને લાલ ગુલાબ ચઢાવો. આ ઉપરાંત માતાને અર્પણ કરવા માટે ગાયના ઘીની ખીર બનાવો. પૂજા પૂરી થયા પછી આ પ્રસાદ બધા લોકોમાં વહેંચશો અને પોતે પણ ગ્રહણ કરો.

પૂજા દરમિયાન માતા લક્ષ્મીને સિક્કો ચઢાવવાથી આવકના નવા સ્રોતો ઉત્પન્ન થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છો તો શુક્રવારના દિવસે કોઇ ગરીબ વ્યક્તિને લાલ કપડાંનું દાન કરો જલ્દી તમને નોકરી મળી જશે.

જો તમે લોન લીધી છે અને હવે તેની ચૂકવણી કરવામાં તમે અસમર્થ છો તો શુક્રવારની રાત્રે 11 વાગ્યા પછી એકાગ્રતાથી બેસો, આંખો બંધ કરો અને ધ્યાન કરો કે મહાલક્ષ્મી તમારી સામે કમળ ઉપર બિરાજમાન છે અને તમે કમળના ફૂલો અર્પણ કરી રહ્યા છો.

તમારે મનોમન 108 કમળના ફૂલ અર્પણ કરવાના છે આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા મળે છે. આ ઉપાય તમારે દર શુક્રવારે કરવાનો છે. આ કરવાથી તમારી લોન ચોક્કસપણે ઝડપથી પૂરી થશે.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.